ભરૂચના દહેજ ખાતેની મેઘમણી ઇન્ડ્રસ્ટ્રીઝમાંથી ગેરકાયદેરીતે કેમિકલનો નિકાલ કરાતો હોવાના ચોંકાવનારા આક્ષેપો વચ્ચે સત્યડેમાં અહેવાલો આવ્યા બાદ આખરે મેઘમણી કંપનીની બે ટ્રક અમોદ પોલીસે ઝડપી લઈ છે અને આ મામલે
GPCBને જાણ કરવામાં આવી છે ત્યારે હવે પુરાવા સાથે કેમિકલ વેસ્ટ ભરેલી ટ્રકો ઝડપાતા તંત્ર શુ પગલાં ભરે છે તે વાત સામે સ્થાનિક લોકોમાં ભારે ઉત્સુકતા પ્રવર્તી રહી છે.
કારણ કે મેઘમણી ઇન્ડ્રસ્ટ્રીઝમાંથી ગેરકાયદેરીતે કેમિકલ કચરાના નિકાલ મુદ્દે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ટ્રકોમાં કેમીકલ કચરો ભરી ત્યાંથી લઈ જવામાં આવતો હોવા અંગે તટસ્થ તપાસ કરવા લોકો માંગ કરી રહ્યા છે તેવા સમયેજ કેમિકલ સગેવગે કરવાની વાતો વચ્ચે મેઘમણી ઇન્ડ્રસ્ટ્રીઝનો વેસ્ટ ભરેલી ટ્રકો ઝડપાતા હવે આ વાત તપાસનો મુદ્દો છે કારણ કે કેમિકલ જમીનમાં ખાડા ખોદીને દાટી દેવાની વાતો અંગે હોબાળો થતા તે કેમિકલ કાઢી લઈ જવાતું હોવાના લોકો આક્ષેપ કરી રહ્યા છે ગેરકાયદેસર રીતે નિકાલ કરવામાં આવી રહ્યો હોવા અંગેના સ્થાનિક લોકોના આક્ષેપ બાદ મેઘમણી ઇન્ડ્રસ્ટ્રીઝનો કેમિકલ વેસ્ટ ભરેલી બે ટ્રકો અમોદ પોલીસે ઝડપી લઈ કાર્યવાહી કરી GPCBને જાણ કરતા હવે શું પગલાં ભરવામાં આવે છે તેના ઉપર સૌની મીટ મંડાઈ છે.