ભરૂચના દહેજ ખાતેની મેઘમણી ઇન્ડ્રસ્ટ્રીઝમાંથી ગેરકાયદેરીતે કેમિકલનો નિકાલ કરાતો હોવાના ચોંકાવનારા આક્ષેપ સાથેના અહેવાલો સત્યડેમાં આવતાજ તંત્ર ચોંકી ઉઠ્યું છે અને આ મામલે મોડે મોડે તપાસ શરૂ થતા કેમીકલનો કચરો હઠવવાની કામગીરી શરૂ થઈ હોવા અંગેના શંકાસ્પદ દ્રશ્યો જોવા મળ્યા હતા તે વખતે પણ લોકો સવાલ ઉઠાવી રહ્યા હતા કે તંત્રએ તપાસ શુ કરી ?અને ત્યારબાદ આ કચરો કાઢવામાં આવ્યો મતલબ અહીં કચરો દાટવામાં આવતો હતો તે સાબિત થયું છે અને જે પણ હોય શામાટે સ્થાનિક લોકોને સાથે રાખવામાં ન આવ્યા વગરે મુદ્દે ભારે હોબાળો મચી ગયો છે.
અહીં જેરીતે ટ્રકોમાં કેમીકલ કચરો હઠવવામાં આવતો હતો તે ટ્રકોની ટ્રોલી ઉપર પણ તેની અસર જોવા મળતી હતી ત્યારે માનવ જીવન અને સ્વાસ્થ્ય સામે ખતરો ઊભો કરનાર કેમિકલ મામલે તપાસ શરૂ થતાંજ જવાબદારો જાણે સગેવગે કરવામાં પડ્યા હોય તેવું લોકમુખે ચર્ચાતું હતું.
આ કેમિકલને કારણે આંખોમાં બળતરા અને ચામડીના રોગો સહિત સ્વાસ્થ્ય સંબંધી રોગો વધ્યા છે, તેવે સમયે દહેજમાં આવેલ મેઘમણી ઇન્ડ્રસ્ટ્રીઝ દ્વારા ડ્રમમાં કેમિકલ ભરી જમીનમાં ખાડા ખોદીને દાટી જમીનમાં ગેરકાયદેસર રીતે નિકાલ કરવામાં આવી રહ્યો હોવા અંગેના અહેવાલો
ભરૂચના દહેજની આસપાસનાં ગામોમાં પ્રદુષણને કારણે હવા, પાણી જમીન અને અને પર્યાવરણનો ખો નીકળી રહ્યો છે. અહીં કેટલીક કંપનીઓના પ્લાન્ટમાંથી નીકળતા પ્રદૂષણ-જીપીસીબીની (GPCB) ઉદ્યોગ ચલાવવાની શરતોના ઉલ્લંઘન સહિતના મુદ્દે પર્યાવરણને લગતા નોંધપાત્ર પ્રશ્ન ઊભા થઈ રહયા છે તેવે સમયેજ મેઘમણી ઇન્ડ્રસ્ટ્રીઝ દ્વારા પ્રદુષણ ફેલાવવા મુદ્દે આસપાસના ગામોમાં ફરિયાદ ઉઠી છે અને આ અંગે રજુઆત માટે ગયેલા લોકોને કંપનીના ગેટ પાસેજ અટકાવી દેવામાં આવ્યા હતા તે વખતે તેઓએ ચોંકાવનારા આક્ષેપ કર્યા હતા જોકે,લોકોની મેઘમણી ઇન્ડ્રસ્ટ્રીઝ સામે કેમિકલ પ્રદુષણ ફેલાવવા મુદ્દે થયેલા અવાજને સત્યડે મીડિયા હાઉસે વાચા આપતા હવે સબંધિત વિભાગે તપાસ હાથ ધરી હતી પણ બીજી તરફ કેટલીક ટ્રકોમાં પ્રદુષણના કચરાનો નિકાલ કરવાની શંકાસ્પદ કથિત કામગીરી સત્યડેના કેમેરામાં કેદ થઈ જતા આ મામલો તપાસનો વિષય બન્યો છે.