ભરુચના યાકુબ પટેલ U.Kમાં ડેપ્યુટી મેયર તરીકે ચૂંટાતા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જનશિક્ષણ સંસ્થાન ખાતે ભરૂચના વતની અને યુકેના પ્રિસ્ટોનમાં ડેપ્યુટી મેયર તરીકે ચૂંટાયેલા યાકુબ પટેલનો અભિવાદન સમારંભ યોજાયો હતો.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભરૂચ જનશિક્ષણ સંસ્થાન અને વાગરા રોટરી કલબના સંયુક્ત ઉપક્રમે
જન શિક્ષણ સંસ્થાનના હોલમાં
યોજાયેલા આ કાર્યક્રમમાં ભરૂચના પુત્ર યાકુબ પટેલ ઈંટવાલાનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે યાકુબ પટેલે અભિવાદન ઝીલતા પોતે ભરૂચી, ગુજરાતી અને ભારતીય હોવા અંગે ગર્વની લાગણી વ્યક્ત કરી હતી.
ભરૂચમાં શાળા અને કોલેજના પોતાના સ્મરણો વાગોળતા તેઓ ભાવુક થયા હતા.
યુકેની પ્રિસ્ટોન કાઉન્સિલમાં હાલમાં જ ડેપ્યુટી મેયર તરીકે ચૂંટાયેલા યાકુબ પટેલે પોતાના સ્મરણો યાદ કર્યા હતા. કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ અમિત ચાવડા, જન શિક્ષણ સંસ્થાનના જેનુબુદ્દીન સૈયદ, રિઝવાના જમીનદાર, સમીર ચૌહાણ સહિતના અમંત્રીતો હાજર રહ્યા હતા.