ભરૂચ કોંગ્રેસનું પતન શરૂ !વધુ સાત હોદ્દેદારોના રાજીનામાં પડતા કહેવાતા નેતાઓ ફફડ્યા ! ‘આપ’ની બોલબાલા વધી !
ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં અસંતોષ વધતો જઈ રહ્યો છે અને શહેર પ્રમુખ, ઉપપ્રમુખ, પ્રદેશ યુવા મહામંત્રી સહિત સાત હોદ્દેદારોએ પણ રાજીનામા ધરી દીધા દીધા બાદ હવે ભરૂચમાં કોંગ્રેસનું હવે પતન નિશ્ચિત મનાઈ રહ્યું છે.
અગાઉ જ્યારે
ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલસિંહ રણાને રિપીટ કરાયા તે વખતે પણ અસંતોષની આગ પ્રસરી હતી અને તે સમયે પણ રાજીનામાં પડ્યા હતા ત્યારબાદ જોલવામાં પણ કોંગ્રેસના આગેવાનો એ પક્ષ સાથે છેડો ફાડયો હતો અને ભાજપમાં જોડાયા હતા હવે પક્ષના અન્ય નેતાઓ પણ કોંગ્રેસથી અંતર બનાવી લીધું છે.
વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભરૂચ જિલ્લામાં ભાજપ અને આમ આદમી પાર્ટીનું પલ્લું ભારે જણાઈ રહ્યુ છે, કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ, નારાજગી, અસંતોષની લાગણી રોજબરોજ જોર પકડી રહી છે.
ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં મોટાપાયે નારાજગી જોવા મળી રહી છે અને શહેર કોંગ્રેસ પ્રમુખ વિક્કી શોખી, પ્રદેશ યુવા મહામંત્રી નિકુલ મિસ્ત્રી, શહેર ઉપપ્રમુખ કિરણ ચૌહાણ, ખજાનચી કિરણ પરમાર, જિલ્લા યુથ કોંગ્રેસના રાધે પટેલ, કિશોરસિંહ અને રાકેશ ગોહિલે પક્ષના સભ્ય અને હોદા પરથી રાજીનામાં ધરી દીધા છે.
કોંગ્રેસમાં ઉપરી નેતાઓ સામે અસંતોષ હોવાનું સામે આવ્યું છે વાત પ્રદેશ ની હોય કે સ્થાનિક પણ આખરે કોંગ્રેસમાં આંતરીક જૂથવાદ અને અસંતોષ હવે ચરમસીમાએ પહોચ્યો છે.