ભરૂચ જિલ્લામાં કુખ્યાત ભંગારીયાઓની ટોળકીએ કબ્જો જમાવ્યો છે અને બોસ્કી નામના પન્ટરને કોઈ મોટી ટોપી સપોર્ટ કરી રહી હોવાનું કહેવાય છે પોલીસ ખાનગીમાં તપાસ કરેતો સત્ય બહાર આવી શકે!
નારણ અને અંકલેશ્વર નો ધમો પણ ભારે ચર્ચામાં છે અને
અંકલેશ્વરનો ધમા પર કેમ કોઈ કાર્યવાહી નહી થતાં ભારે આશ્ચર્ય ફેલાયું છે
દ.ગુજરાતના ભરૂચ જિલ્લામાં ભંગારીયા તત્વો બેફામ બન્યા છે અને ભરૂચ જિલ્લાના અંકલેશ્વર સહિત દહેજ અને વાગરા જીઆઇડીસીના ઉદ્યોગોમાંથી નીકળતા ભંગાર અને લોખંડને બદલે કિંમતી ધાતુઓની ઉઠાંતરી વગરે ગેરકાયદે ધંધા કરતા ભંગારિયાઓનું એક આખું નેટવર્ક ચાલી રહ્યું હોવાની વાત સબંધિત વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બની છે.
ભરૂચ જિલ્લામાં જોલવા, દહેજ,વડીયા,દહેજ રેલવે ફાટક જેવા સ્થળોએ કુખ્યાત ભંગારિયાઓએ રીતસર કબ્જો કરી લીધાનું કહેવાય છે બાસ્કી નામનો ઇસમ આજકાલ ભારે ચર્ચામાં આવ્યો છે અને ચોરીનો માલ એટલેકે ભંગાર વાયા અંકલેશ્વર અમદાવાદ તરફ સગેવગે થતો હોવાની વાત ભારે ચર્ચામાં આવી છે જે તપાસનો વિષય છે.
આ બધા વચ્ચે કરજણના નામચીન કેટલાક ભંગારીયા પોતાના અંકલેશ્વરના એજન્ટો મારફત બંધ ઉદ્યોગો કે ચાલુ ઉદ્યોગોમાંથી પણ ચોરીઓ કરાવતા હોવાનું કહેવાય છે , બીજું કે નારણ અને
અંકલેશ્વરના ધમા પર કેમ કોઈ કાર્યવાહી નહી થતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે.
શિપયાર્ડ જ્યારે બંધ થયુ ત્યારે જે સ્થિતિ હતી તે હાલ નથી તેની યોગ્ય તપાસ થાય તો કેટલાય ભંગારીયા અને તેના ખાતાના મળતીયાના નામ ખુલે તેમ હોવાનું કહેવાય છે.નારણ અને
અંકલેશ્વરના ધમા પર કેમ કોઈ કાર્યવાહી નહી થતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે.
આખા પ્રકરણમાં વાડજ ચિભડા ગળતી હોય તેમ મનાઈ રહ્યું છે.
આવા તત્વો ક્યાંક પોકીટિક્સ તો ક્યાંક પોલીસની રહેમ નજર હેઠળ સક્રિય હોય તેમ દહેજ અને અંકલેશ્વર પંથકમાં બેફામ ધંધો કરી રહયા હોવાની વાત ભારે ચર્ચામાં છે. અંકલેશ્વરના એક મોટા માથા દ્વારા બોસ્કી ઉર્ફે બાસ્કી નામના પન્ટર નો ઉપયોગ કરી અનેક ઠેકાણે ભંગારની ટપરીઓ ખોલી હોવાની વ્યાપક ચર્ચાઓ ઉઠવા પામી છે ત્યારે આ મામલેબાહોશ ડિજી ,ઇન્ચાર્જ રેન્જ આઈજીપી,અને કર્મઠ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલ આ બાબતની ગંભીરતા પૂર્વક તપાસ કરાવેતો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે તેમ છે. (ક્રમશઃ)