મુંબઇ, દિલ્હી જેવા મહાનગર અને ત્યારબાદ હવે ગુજરાતના અમદાવાદ, સુરત જેવા મેટ્રો સીટીમાં જોવા મળતા સ્પા કલ્ચર હવેતો ભરૂચ જેવા નાના શહેર સુધી વિસ્તર્યા છે અને તેમાં ચાલતા સેક્સની કથિત વાતો ભારે ચર્ચાસ્પદ બની છે.
ભરૂચ જિલ્લામાં બેફામ સ્પા ના નામે કુટણ ખાના ચાલી રહયા હોવાની ચર્ચાઓ વચ્ચે “બિગ બોસ” નામના સ્પા ઉપર રેડ થતા અન્ય સ્પા ચલાવતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.
આ આખા ખેલમાં રાકેશ વાણંદ નું નામ ભારે ચર્ચાસ્પદ બન્યુ હતું તેના આવા બીજા પાંચ સ્પા હોવાની વાત છે, બીગબોસ સ્પામાં પોલીસ રેડમાં કેટલીક વિદેશી યુવતીઓ પકડાઈ હતી જોકે,લોકમુખે ચાલી રહેલી ચર્ચા મુજબ અહીં
10 થાઇલેન્ડ યુવતીઓ હતી પણ 6 યુવતીઓ બતાવવામાં આવી હોવાનો મામલો સબંધિત વર્તુળોમાં ભારે ચર્ચાસ્પદ બન્યો હતો જે એક તપાસનો વિષય છે.
ભરૂચ જિલ્લામાં એસ.પી.તરીકે લીના પાટીલ આવ્યા બાદ ક્રાઈમ રેટ ઘટ્યો છે અને વિદેશીદારૂ અને જુગારના અડ્ડાઓ ઉપર બ્રેક લાગી છે પણ સ્પા ના ઓથા હેઠળ ચાલી રહેલી ઐનેતિક પ્રવૃત્તિઓ અંગે તપાસ જરૂરી બની છે કારણકે તાજેતરમાંજ સ્પા માં એમડી ડ્રગસનો ઉપયોગ થતો હોવાનું સામે આવી ચૂક્યું છે ત્યારે અહીં પણ આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલતી હોવાની શક્યતા નકારી શકાય નહીં જેની તપાસ જરૂરી બની છે, ભરૂચ જિલ્લાનું યુવાધન બરબાદીના રસ્તે જઇ રહયાની કથિત વાતો ભારે ચર્ચાસ્પદ બની છે.
ભરૂચ જિલ્લામાં “બિગ બોસ” સિવાય અન્ય સ્પા ધમધમી રહયા છે જેમાં પણ તપાસ આવશ્યક થઈ પડી છે અહીં હની સ્પા ની 3 શાખા,લેમન સ્પા,પીપી થાઈ 3 ભરૂચમાં 1 અંકલ્સવરમાં2 જ્યારે યોર થાઈ. સ્પા,રોમસ થાઈ.,હોલિસ્ટિક,સાઈન થાઈ. વગરે સ્પા માં વર્ક વિઝા કે ટુરીસ્ટ વિઝા ઉપર થાઇલેન્ડથી યુવતીઓ બોલાવી અહીં ચાલી રહેલા ધંધા મામલે અનેક અટકળો ઉઠી છે ત્યારે જો અહીં રેડ કરી તપાસ કરવામાં આવે તો અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા વ્યક્ત થઈ રહી છે.
આવા સ્પા સેન્ટરની અંદર થાઇલેન્ડ સહિતના દેશોમાંથી આવતી સ્પા થેરાપીસ્ટ યુવતીઓ હાફ,ફૂલ મસાજ ના નામે કોર્ડ વર્ડ માં ગ્રાહક સાથે વાત કરી ચાર્જ વસુલવામાં આવે છે ત્યારે આ મામલે જિલ્લા પોલીસ વડા તપાસ કરાવેતો ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા વ્યક્ત થઇ રહી છે.