ભરૂચ શહેર ત્રણ કુવા વિસ્તારમાં હોર્ન વગાડવા બાબતે મારામારી થતા પોલીસમાં ભારે દોડધામ મચી ગઇ હતી,ભરૂચ નવીનગરી ત્રણ કુવા પાસે બે પરિવાર જૂથ વચ્ચે છુટા હાથની મારામારી થઈ હતી જેમાં કુહાડી, ધારીયું અને લાકડીના સપાટા વડે હુમલો થતાં ચાર વ્યક્તિ ઘાયલ થયા છે.
કોઈ જૂની અદાવત કે નશામાં ભાન ભૂલેલાઓએ બાબલ કર્યાની શંકા સેવાઈ રહી છે જોકે,પોલીસ તપાસમાં સાચી હકીકત બહાર આવશે,ઓટોરિક્ષામાં દર્દીને લઈ જતા સમયે રસ્તા પર ઉભેલ શખ્સને હોર્ન મારતાં બબાલ ઉભી થઇ છતાં ટોળું મોટું સામસામે આવી જતા એક સમયે તણાવ સર્જાયો હતો.
વિગતો મુજબ ભરૂચ શહેરના પશ્ચિમ વિભાગમાં આવેલ ત્રણ કુવા નવી નગરીમાં ગત બુધવારે સાંજના સમયે બે જૂથ બાખડયા હતા. જેમાં બંને પક્ષો વચ્ચે છુટા હાથની મારામારી થઈ હતી, જોકે મારામારીનો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં કેટલાક લોકો કુહાડી, નાનું ધારીયું, લાકડીના સપાટા વડે હુમલો કરી રહ્યા હતા. પરિણામે ચાર લોકો ઘાયલ થયા હતા, માથાના ભાગે હાથ, ખભા સહિતની જગ્યાએ વાગ્યું હતું. ઇજાગ્રસ્તોમાં નારણ મંગાભાઈ વસાવા, ગલુબેન નારણ વસાવા, રોશન અશોકભાઈ વસાવા, શીતલબેન અનિલ વસાવા તમામ રહે. નવીનગરી ત્રણ કુવા ભરૂચ. ફરિયાદીના જણાવ્યા અનુસાર માર મારનાર લોકોમાં ગણેશ દશરથ વસાવા, કૈલાસબેન અજય વસાવા સાથે અન્ય ચાર થી પાચ વ્યક્તિઓ ધ્વરા હુમલો કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. ફરિયાદીઓએ જણાવ્યું હતું કે રીક્ષામાં દર્દીને લઇ જતા રસ્તામાં સામે પક્ષના શખ્સ રોડ વચ્ચે ઉભા હોય ગાડીનો હોન મારતા મગજમારી થઈ હતી આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.