ભારત ના ઘણા ખરા રાજ્યોમાં ન જોયેલું લોકો ને જોવા મળે છે. ભરૂચ જિલ્લાના વાગરા પંથકમાં વરસાદે લાંબા વિરામ બાદ ફરીથી વરસાદ શરૂ થયો છે. જેને લઈને અનેક સ્થળોએ પાણી ભરાયા છે અને ઘણા લોકોને તકલીફ વેઠવી પડે છે. વાગરામાં વરસાદ દરમિયાન પીળા રંગના દેકડા જોવા મળતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. વીડિયોમાં આ દેડકા મેટિંગ કરતા દેખાયા હતા. ચોમાસાની સિઝન દેડકાની મેટિંગની સિઝન ગણાય છે. આ સમયગાળામાં માદા દેડકાને આકર્ષવા માટે કેટલીક પ્રજાતિના દેડકા કલર પણ બદલતા હોય છે. તે વખતે તેમનો રંગ આકર્ષક પીળા રંગનો થઇ જાય છે.