ભાવનગર જિલ્લામાં ભારે વરસાદ ને પગલે ગારીયાધારના ભમરીયા ગામની નદીમાં પુર આવતા પાણીના પ્રવાહમાં ફસાયેલા ચાર વ્યક્તિઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
ભાવનગર શહેર અને જિલ્લામાં ગાજવીજ સાથે વરસેલા વરસાદના કારણે ઠેરઠેર જળ બંબાકાર જોવા મળ્યો હતો અને કેટલાય નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા ત્યારે ભાવનગર જિલ્લાનાં ગારીયાધારના ભમરીયા ગામની નદીમાં ઘોડાપુર આવતા એકજ પરિવારના ચાર સભ્યો પ્રવાહમાં ફસાઈ જતા તેઓને જીસીબીની મદદથી બચાવી લેવામાં આવ્યા હતા.
ભારે વરસાદના કારણે ભમરીયા અને માંડવી વચ્ચે આવેલ બેસેલા નદીના નાળા ઉપર વરસાદના પાણી ફરી વળ્યા હતા અને આ ધસમસતા પાણીના પ્રવાહમાં બાઈક લઈને જઈ રહેલા પરિવારના ચાર સભ્યો વચોવચ ફસાઈ જતા તેઓને બચાવવા માટે જીસીબી નો સહારો લેવામાં આવ્યો હતો અને ભારે વજન ધરાવતું જેસીબી પાણીના પ્રવાહ સામે અડીખમ રહ્યું હતું અને તેમાં ચારેય વ્યક્તિઓને બેસાડી બચાવી લેવાયા હતા.
આમ,ધસમસતા પાણીમાં ફસાયેલા ચાર વ્યક્તિનો બચાવ થયો હતો.