ભાવનગર જિલ્લાના પાલિતાણામાં વધુ એક લવજેહાદનો બનાવ બનતા ભારે ચકચાર ફેલાઈ ગઈ છે. પાલિતાણામાં એક સુખી સંપન્ન પરિવારની હિન્દૂ યુવતીને મુસ્લિમ યુવક ભગાડી જવાના બનાવને પગલે હિન્દૂ સંગઠનોમાં રોષની લાગણી ફેલાઇ ગઇ છે.
વિગતો મુજબ પાલિતાણાના નવાગઢ વિસ્તારમાં રહેતો અને એક વણિકને ત્યાં છેલ્લા 10 વર્ષથી નોકરી કરતો ધોરણ-10 સુધી ભણેલો મુસ્લિમ યુવક રાજસ્થાની પરિવારની યુવતીને ભગાડી ગયો હોવાનું જાણવા મળ્યું છે.
યુવતી તેના ઘરેથી 6 લાખ રોકડા અને 4 લાખના દાગીને લઈને પોતાના પ્રેમી યુવક સાથે ભાગી ગઈ હોવાનું સામે આવ્યુ છે.
આમ,પાલીતાણામાં વર્ષોથી સ્થાયી થયેલા એક રાજસ્થાનના મારવાડી હિન્દૂ પરિવારનીની યુવતી અને મુસ્લિમ યુવાન ભાગી ગયા હોવા અંગેની ફરિયાદ પાલીતાણા પોલીસ સ્ટેશનમાં થતા પોલીસે તપાસ શરૂ કરી કરી છે.
અત્રે નોંધનીય છે કે છેલ્લા ત્રણ મહિનામાં પાલિતાણામાં લવજેહાદની આ ત્રીજી ઘટના છે.