ભાવનગરના નવા બંદર પાસે અકસ્માતનો બનાવ બન્યો છે જેમાં ચાર લોકોના કરૂણ મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.
ભાવનગરના નવાબંદર રોડ ઉપર આજે મળસ્કે સ્વીફ્ટ કાર અને ડમ્પર વચ્ચે થયેલા અકસ્માતમાં ચાર લોકોના સ્થળ પર મોત નિપજ્યા હોવાના અહેવાલ છે.
ભાવનગર શહેરના નવાબંદર રોડ પર આજે વહેલી સવારે સ્વીફ્ટ કાર અને ડમ્પર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા સ્વીફટકારમાં સવાર ચાર લોકોના સ્થળ પર નિપજ્યા હતા બનાવની જાણ થતાંજ 108 અને પોલીસ ઘટના સ્થળે ધસી ગયા હતા
અને કારમાં સવાર ચાર લોકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા.
આ ઘટનાને પગલે ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે.