ભાવનગર શહેરમાં માધવહિલ કોમ્પ્લેક્સનો બે જર્જરિત માળની ગેલેરીનો ભાગ તૂટી પડતા કેટલાક લોકો કાટમાળ નીચે દટાઇ ગયા હતા.
જેમાં એક મહિલાનું મોત થયુ હોવાના અહેવાલ છે.
કાટમાળ નીચેથી 15થી વધુ લોકોને બહાર કઢાયા હોવાની માહિતી સામે આવી છે. હજુ પણ કેટલાક લોકો કાટમાળ નીચે કાટમાળ નીચે દટાયેલા હોવાની માહિતી છે.
ઘટનાની જાણ થતા જ 108 અને ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને લોકોને બચાવ કામગીરી શરુ કરી છે.
ભાવનગરના માધવ હિલ કોમ્પ્લેક્ષનાં બિલ્ડિંગની બે બાલ્કની ધરાશાયી થઇ હતી. જેના કારણે બેઝમેન્ટમાં આવેલી BOB બેંક સહિત 10 જેટલી દુકાનોમાં તેનો કાટમાળ પડતા દબાઈ હતી.
દુર્ઘટનામાં હંસાબેન ઈશ્વરભાઈ જમોડ નામની મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી, જેને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેઓનું કરૂણ મોત થયું હતું. જ્યારે 18 જેટલા ઇજાગ્રસ્તો હાલ સારવાર હેઠળ છે.
માધવ હીલ બિલ્ડીંગમાં ત્રણ માળ કોમર્શિયલ છે. જ્યારે પાંચ માળ રેસીડેન્સિયલ છે.
જે પાંચ માળમાં 56 જેટલા ફ્લેટ આવેલા છે. આ દુર્ઘટના ઘટતાં તમામ ફ્લેટ ધારકોને તાત્કાલિક ફ્લેટ ખાલી કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.
જ્યાં સુધી સ્ટ્રક્ચરની તપાસ નહીં થાય ત્યાં સુધી રહીશોને પ્રવેશવા દેવામાં આવશે નહીં.