ભાવનગરમાં સ્ટેટ જીએસટી દ્વારા 41 વેપારીઓના 56 ધંધાકીય સ્થળે દરોડાની કાર્યવાહી શરૂ થતાં સબંધિત વર્તુળોમાં દોડધામ મચી છે.
ભાવનગર શહેરની એકોસ્ટ ઇમ્પેક્સ પ્રાયવેટ લિમિટેડ, સિધ્ધાર્થ બ્રોન્ઝ પ્રોડક્ટસ પ્રાયવેટ લિમિટેડ, સાનિયા ટ્રેડર્સ, રૂષિય ગ્લોબલ ટ્રેડ, જે.આર.ઇસ્પાત પ્રાયવેટ લિમિટેડ, ગુજરાત ઓઇલ એન્ડ કેમિકલ, એ.એમ.ઇસ્પાત લિમિટેડ, યસરા ઇમ્પેક્સ, હેમા ટ્રેડર્સ દ્વારા બોગસ બિલિંગ થકી મોટી રકમની વેરાશાખ ભોગવવામાં આવી હોવાની વાત સાથે કાર્યવાહી શર થઈ છે.
ગાંધીધામ, જુનાગઢ, જામનગર, દ્વારકા, રાજકોટ, અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સુરત, વડોદરા, વાપીમાં તમામ શહેરોની પેઢીઓને ભાવનગર સાથેની લેવડ દેવડ અંગે જીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે. બોગસ બિલિંગના આંકડાઓ કરોડોમાં બહાર આવવાની શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે.