ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને આજે મંગળવારે ભાવનગરમાં લોકસભાની ચૂંટણીને લઈ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે.
ભાવનગર જિલ્લા ભાજપના સંકલન સાથે આ જનસભામાં રાષ્ટ્રીય અને સ્થાનિક હોદ્દેદારો હાજર છે.
ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજી મકવાણા સાથે બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલ, ભાવનગર શહેર ભાજપ પ્રમુખ અભયસિંહ ચૌહાણ સ્થળ ઉપર પહોંચ્યા હતા.
ભાવનગરમાં શ્રી કૃષ્ણકુમારસિંહજી માર્કેટિંગ યાર્ડ ખાતે આજે યોજાયેલી જનસભામાં ભાજપના ઉપાધ્યક્ષ અને સાંસદ ભારતીબેન શિયાળ, પૂર્વ કેન્દ્રીય મંત્રી સંતોષજી ગંગવાર, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા તથા મહેન્દ્રસિંહ સરવૈયા, પ્રદેશ મંત્રી રઘુભાઈ હુંબલ સાથે પ્રભારીઓ બ્રીજરાજસિંહ ઝાલા, વંદનાબેન મકવાણા તથા ચંદ્રશેખર દવે અને ધારાસભ્યોઓની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી રહી છે