રાજ્યમાં સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ થયાના અહેવાલો વચ્ચે ભાવનગર શહેર અને જિલ્લામાં પણ વાદળછાયા માહોલ વચ્ચે જિલ્લાના ઉમરાળામાં દોઢ ઇંચ, ભાવનગર શહેરમાં પોણો ઇંચ, તળાજા અને વલ્લભીપુરમાં અડધો ઈંચ વરસાદ થઈ ચૂક્યો છે.
ઘોઘા અને ગારીયાધારમાં પણ વરસાદ પડ્યો છે.ભાવનગર શહેરમાં 16 MM, તળાજામાં 11 MM, વલભીપુરમાં 9 MM, ગારીયાધારમાં 6 MM અને ઘોઘામાં 8 MM વરસાદ નોંધાયો છે. જિલ્લામાં વરસાદી માહોલને લઈ ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ છે.
ગુજરાત-સૌરાષ્ટ્રમાં હવામાનની પ્રિ-મોન્સૂન એક્ટિવિટી જોરમાં છે અને હવે વરસાદ પડી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં પણ હળવો મધ્યમ વરસાદ પડી શકે છે.
Friday, May 17