ગુજરાત માં વાવાઝોડું તરખાટ મચાવી રહ્યું છે અને ઠેક ઠેકાણે કેટલાય વૃક્ષો ધરાશાયી થઈ રહ્યા છે ત્યારે ભાવનગરના મહુવામાં ભારે પવન અને વરસાદના કારણે મહુવા પંથક માં અનેક વીજપોલ પણ ધરાશાઈ થઇ જતા વીજળી ગુલ થઈ ગઈ છે તેમજ મહુવા-તળાજા હાઈવે પર અનેક વૃક્ષો ધરાશાઈ હાઈવે બ્લોક થઇ ગયો છે. ભાવનગર જિલ્લાના મહુવામાં 100 થી 125 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો છે વરસાદ શરૂ, વાવાઝોડાની અસર હેઠળ લોકો ભયભીત જણાયા હતા ભાવનગર, તળાજા, ઘોઘામાં પણ પવન સાથે વરસાદ પડતા વાવાઝોડા ની ભયાનકતા જણાય આવે છે.
સોમનાથ, વેરાવળ, ઉના અને કોડીનાર સહિતના દરિયાઈ વિસ્તારોમાં 130 કિમી સુધીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. દરિયાકાંઠાના વિસ્તારોમા ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ઉના અને ગીર ગઢડામાં વૃક્ષો, વિજપોલ અને સોલાર પેનલ ધરાશાયી થયાના અહેવાલ વચ્ચે મોબાઈલ ટાવર ધરાશાયી થવાના કારણે જાફરાબાદના અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે. ઉનામાં બે કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે