ભાવનગર માં પણ કોરોના નો કહેર યથાવત રહ્યો હતો અને વધુ 102 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 66 પુરૂષો અને 36 મહિલા દર્દીનો સમાવેશ થાય છે. જ્યારે 63 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા જેમાં 40 પુરૂષો અને 23 મહિલાઓનો સમાવેશ થાય છે. શહેરમાં આજ સુધીમાં કોરોનાના કુલ 5645 કેસ નોંધાયા છે અને તેમાં 4835 દર્દીઓ કોરનામુક્ત થતા શહેર કક્ષાએ રિકવરી રેઇટ 85.65 ટકા નોંધાયો છે. ભાવનગર તાલુકા-ગ્રામ્યમાં આજે 68 નવા દર્દી નોંધાયા હતા અને 16 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા.
તાલુકા-ગ્રામ્ય કક્ષાએ આજ સુધીમાં કુલ 2737 પોઝિટિવ કેસ નોંધાયા હતા તેમાં 2343 દર્દીઓ કોરનામુક્ત થતા રિકવરી રેઇટ ઘટીને 85.60 ટકા થઇ ગયો હતો. તાલુકા-ગ્રામ્ય કક્ષાએ હાલ 365 એક્ટિવ દર્દીઓ નોંધાયા છે. જ્યારે 186 લોકો હોમ આઇસોલેશનમાં છે. જ્યારે 1676 લોકો હોમ ક્વોરન્ટાઇન છે આમ કોરોના વકરતા જિલ્લા માં સાવચેતી ના પગલાં ભરવામાં આવી રહ્યા છે.