BHELમાં 660 જગ્યાઓ પર ઓનલાઇન અરજીઓ શરૂ, જાણો ક્યારથી શરૂ થશે પરીક્ષા!
સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યુવાનો માટે એક સુવર્ણ તક સામે આવી છે. ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL) એ આર્ટિઝન ગ્રેડ-IV (Artisan Grade-IV) ની કુલ 660 જગ્યાઓ પર સીધી ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. BHEL ની આ ભરતીમાં ફિટર, વેલ્ડર, ટર્નર, મશિનિસ્ટ, ઈલેક્ટ્રિશિયન, ઈલેક્ટ્રોનિક્સ મેકેનિક અને ફાઉન્ડ્રી મેન જેવા વિવિધ ટ્રેડ સામેલ છે.
યોગ્ય અને ઈચ્છુક ઉમેદવારો BHEL ની સત્તાવાર વેબસાઈટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી પ્રક્રિયા 21 ઓક્ટોબર 2026 થી શરૂ થઈને 18 નવેમ્બર 2026 સુધી ચાલશે.

મહત્વપૂર્ણ તારીખો (Important Dates)
ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 21 ઓક્ટોબર 2026 (સવારે 10:00 વાગ્યાથી)
અરજી કરવાની અંતિમ તારીખ: 18 નવેમ્બર 2026 (રાત્રે 11:45 વાગ્યા સુધી)
ઉંમર મર્યાદાની ગણતરીની તારીખ: 1 ઓક્ટોબર 2026
સંભવિત પરીક્ષાની તારીખ: 11 ડિસેમ્બર 2026
ટ્રેડ મુજબ જગ્યાઓની વિગત (Trade-wise Vacancies)
BHEL એ વિવિધ આઈટીઆઈ (ITI) ટ્રેડ માટે જગ્યાઓની ફાળવણી કરી છે, જે નીચે મુજબ છે:
| ટ્રેડનું નામ | કુલ જગ્યાઓ |
| ફિટર (Fitter) | 278 |
| વેલ્ડર (Welder) | 104 |
| મેકેનિક / મશિનિસ્ટ (Mechanic) | 101 |
| ઈલેક્ટ્રિશિયન (Electrician) | 90 |
| ટર્નર (Turner) | 52 |
| ઈલેક્ટ્રોનિક મેકેનિક (Electronic Mechanic) | 23 |
| ફાઉન્ડ્રી મેન (Foundryman) | 12 |
શૈક્ષણિક લાયકાત શું છે? (Educational Qualification)
આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારો પાસે નીચે મુજબની લાયકાત હોવી જરૂરી છે:
શૈક્ષણિક લાયકાત: ઉમેદવાર માન્ય બોર્ડમાંથી 10મું (ધોરણ 10) પાસ હોવો જોઈએ.
ટેકનિકલ લાયકાત: સંબંધિત ટ્રેડમાં NCT-ITI સર્ટિફિકેટ અને સાથે નેશનલ એપ્રેન્ટિસશિપ સર્ટિફિકેટ (NAC) હોવું જોઈએ.
લઘુત્તમ ગુણ:
જનરલ, ઓબીસી અને ઈડીબલ્યુએસ (General/OBC/EWS): ITI-NTC અને NAC માં ઓછામાં ઓછા 60% ગુણ જરૂરી છે.
એસસી અને એસટી (SC/ST): ઉમેદવારો માટે લઘુત્તમ 55% ગુણ નક્કી કરવામાં આવ્યા છે.
પગાર અને સ્ટાઈપેન્ડ (Salary & Benefits)
BHEL માં પસંદગી પામ્યા પછી ઉમેદવારોની નિમણૂક શરૂઆતમાં 1 વર્ષના સમયગાળા માટે અસ્થાયી (Traning Period) ધોરણે કરવામાં આવશે:
તાલીમ દરમિયાન સ્ટાઈપેન્ડ: રૂ. 24,000 પ્રતિ માસ.
કાયમી થયા પછી પગારધોરણ: રૂ. 29,500 થી રૂ. 65,000 પ્રતિ માસ.
આ ઉપરાંત કંપનીના નિયમો મુજબ અન્ય સરકારી ભથ્થાં અને સુવિધાઓ પણ આપવામાં આવશે.
BHEL ભરતી 2026 માટે અરજી કેવી રીતે કરવી?
સૌથી પહેલા BHEL ની સત્તાવાર વેબસાઈટ bhel.com પર જાઓ.
હોમપેજ પર કરિયર અથવા “Artisan Recruitment 2026” લિંક પર ક્લિક કરો.
ઓફિશિયલ નોટિફિકેશન ધ્યાનપૂર્વક વાંચો અને તમારી લાયકાત ચકાસો.
રજીસ્ટ્રેશન કરીને અરજી ફોર્મમાં તમારી વ્યક્તિગત અને શૈક્ષણિક માહિતી સાચી ભરો.
માગવામાં આવેલા તમામ જરૂરી દસ્તાવેજો, પાસપોર્ટ સાઈઝ ફોટો અને સહી સ્કેન કરીને અપલોડ કરો.
નિયત અરજી ફી ચુકવો, પૂરી વિગતો ફરી ચકાસી લો અને ફોર્મ સબમિટ કરી દો.
ભવિષ્યના સંદર્ભ માટે અરજીપત્રકની એક પ્રિન્ટઆઉટ કાઢીને સુરક્ષિત રાખી લો.

