તાજેતરમાં કચ્છ સરહદેથી ધૂષણખોરી કરતા પાકિસ્તાની યુવકને બીએસએફના જવાનોએ પકડી પાડ્યો હતો. આજે કચ્છના દરિયા કિનારેથી પાકિસ્તાની ફીશીંગ બોટને બીએસએફ દ્વારા પકડી લેવામાં આવી છે. બીએસએફ દ્વારા કબ્જે લેવાયેલા બોટનું સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
કચ્છ સરહદ પર વધી રહેલી ધૂષણખોરી અને દરિયાઈ ધૂસપેઠને લઈ બીએસએફ દ્વારા સતર્કતા રાખવામાં આવી રહી છે.