Kutch: ભારત રત્ન, વિશ્વ વિભૂતિ, સંવિધાન નિર્માતા, મહિલાઓના મુક્તિદાતા ડો. બાબા સાહેબ આંબેડકરની આજરોજ ૧૩૩મી જન્મ જયંતિ નિમિતે શક્તિનગર મુન્દ્રા મધ્યે આવેલ ડો. બાબા સાહેબ આંબેડકર સર્કલ પર મહામાનવ ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમાને રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન દ્વારા બાબા સાહેબની ૧૩૩મી જયંતિ નિમિતે ફુલહાર પહેરાવી જય ભીમના નાદ સાથે ઉજવણી કરવામાં આવેલ.
બાબા સાહેબની જન્મજયંતિ પ્રસંગે રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન વતિ તાલુકા પ્રમુખ હરેશ મોથારીયા દ્વારા દેશના તમામ નાગરીકોને શુભકામનાઓ પાઠવાઈ હતી
લોકશાહીના ચોથા સ્તંભ એવા મિડીયાના સ્થાનિકના જાગૃત પત્રકારોને એમની પત્રકારત્વની નિષ્પક્ષ અને નિડરતા સાથેની પત્રકારિતા માટે અભિનંદન સહ ધન્યવાદ પાઠવ્યા હતા, અને બાબા સાહેબના વિચારો પર આપણે સૌ ચાલીએ ઘરો ઘર દેશનો સંવિધાન રાખી એનો પૂર્ણતયા વાંચન કરી આપણા તમામ બંધારણીય હક્ક અધિકારો માટે જાગૃત બનીએ, દેશની માતાઓ બહેનો પણ મહિલા અધિકારો મુદ્દે સંવૈધાનિક હક્ક અધિકારો માટે સંપૂર્ણપણે જાગૃત બને એ માટે સૌ જાગૃત થાય એવું જણાવ્યુ હતુ, એ સાથે રાજ્યોની અને દેશની સરકારો ભારતના નાગરીકોના સંવિધાનિક હક્ક અધિકારો દેશમાં સંપૂર્ણપણે લાગુ કરાવવા જોઈએ,
રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન બાળકોના અધિકારો, શિક્ષીત યુવાઓ, માતાઓ બહેનો તેમજ તમામ ક્ષેત્રના કર્મચારીઓ મજદૂર વર્ગ માટેના સંવૈધાનિક મૂળભુત જન્મસિધ હક્ક અધિકારો માટે સક્રિયપણે કાર્યરત રહેશે,
મહિલા ઉત્પિડન, બાળ મજૂરી કોઈ પણ ક્ષેત્રના કર્મચારીઓના અધિકારોની સુરક્ષા સુનિશ્ચિત કરવા પર્યાવરણિય મુદ્દાઓ પર કાર્યશિલ છે, કોઈના હક્ક અધિકારોનો હનન થતો હોય પર્યાવરણ, પશુ પક્ષીઓના એનિમલ એક્ટ મૂજબના કોઈ પણ પ્રશ્નો હોય એને વાચા આપવા રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન મુન્દ્રા તાલુકા કચ્છ જિલ્લા અને ગુજરાત રાજ્ય લેવલ પર સક્રિય છે અમારો સંપર્ક મુન્દ્રા મધ્યે આંબેડકર સર્કલ શક્તિ નગર પાસે આવેલ અમારી ઓફિસ પર કરી શકાશે એવું જણાવ્યું હતું.
ડો. બાબા સાહેબ આંબેડકરની ૧૩૩મીં જન્મ જયંતિ નિમિતે રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ અજીજ ભાઈ સાંધે તમામ દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી.
આજના પ્રસંગે રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રી અજીજભાઈ સાંધ, મુન્દ્રા તાલુકા પ્રમુખ હરેશ મોથારીયા, કચ્છ જિલ્લા મિડીયા પ્રભારી જગદીશ ફફલ, ડો. કૌશિક પટેલ, સંજય ડુગળીયા, મોહમદ હનિફ કેવર, શંકર મહેશ્વરી, ભરત સોંધરા, સંદિપ ભાનુશાળી, વિક્રમસિંહ પરમાર, ગરવા ખમુ, પરેશસિંહ સોલંકી, અલકરીમ ખોજા, મોહન મહેશ્વરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા…