UPI પેમેન્ટમાં મોટો બદલાવ: હવે વધુ રકમનું ટ્રાન્ઝેક્શન થશે શક્ય, જાણો 15 સપ્ટેમ્બરથી લાગુ થનારા નવા નિયમો
ડિજિટલ ઈન્ડિયા તરફ આગળ વધી રહેલા દેશ માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. National Payments Corporation of India (NPCI) એ જાહેર કર્યું છે કે 15 સપ્ટેમ્બર 2025થી કેટલીક પસંદ કરેલી કેટેગરીઓમાં UPI પેમેન્ટની મર્યાદા વધારીને ₹5 લાખ કરવામાં આવી રહી છે. આ પગલાનું મુખ્ય ઉદ્દેશ ઊંચી કિંમતના ટ્રાન્ઝેક્શનોને સરળ બનાવવું અને ડિજિટલ ઇકોનોમીને વધુ મજબૂતી આપવું છે.
હાલમાં સામાન્ય UPI પેમેન્ટ માટે પ્રતિ ટ્રાન્ઝેક્શન મર્યાદા ₹1 લાખ છે. જોકે, અત્યાર સુધીની નિયમિત મર્યાદા ખાસ કરીને વીમા પ્રીમિયમ, ઇન્વેસ્ટમેન્ટ, ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ અથવા અન્ય ઊંચી કિંમતની સેવા માટે પૂરતી સાબિત થતી નહોતી. પરિણામે, ગ્રાહકોને વારંવાર ચુકવણી વિલંબ કે વિકલ્પોની અછતનો સામનો કરવો પડતો હતો.
Effective from 15th September, now make high-value payments seamlessly with UPI! NPCI has increased the transaction limit to ₹10 lakh within 24 hours for categories like insurance premiums & capital markets, making big payments easier and faster than ever.#NewUPILimits pic.twitter.com/SEmjro8Rop
— BHIM (@NPCI_BHIM) September 8, 2025
નવી મર્યાદા કોને મળશે લાભ?
આ ફેરફાર ખાસ કરીને 12થી વધુ કેટેગરીઓ માટે લાગુ થશે. જેમાં મુખ્યત્વે નીચેના ક્ષેત્રોનો સમાવેશ થાય છે:
- વીમા પ્રીમિયમ પેમેન્ટ
- મ્યુચ્યુઅલ ફંડ અને શેરબજારમાં રોકાણ
- ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ
- સરકારી પોર્ટલથી ખરીદી
- ટ્રાવેલ અને ટૂરિઝમ બુકિંગ
- બિઝનેસ ટ્રાન્ઝેક્શન
- શૈક્ષણિક ફી પેમેન્ટ
- હેલ્થકેર સેવાઓ
આ કેટેગરીઓ માટે હવે યુઝર્સ UPI દ્વારા સરળતાથી ₹5 લાખ સુધીના ડિજિટલ પેમેન્ટ કરી શકશે. તે પણ સંપૂર્ણ સુરક્ષા અને આધુનિક ટેકનોલોજી સાથે.
વ્યક્તિગત પેમેન્ટ (P2P) માટે શું બદલાશે?
નહીં, વ્યક્તિગત (Person-to-Person) પેમેન્ટ માટે હવે પણ અગાઉની જેમ જ મર્યાદા રહેશે — પ્રતિ ટ્રાન્ઝેક્શન ₹1 લાખ સુધી. એટલે કે મિત્રો, પરિવારજનો કે ઓળખીતાઓને પૈસા મોકલવા માટે કોઈ ફેરફાર લાગુ નહીં થાય.
આ ફેરફાર પાછળનો હેતુ શું?
NPCIના મતે, જેમ જેમ ભારત ડિજિટલ ઇકોનોમી તરફ આગળ વધી રહ્યું છે, તેમ તેમ લોકો હવે મોટું લેણદેન પણ ઓનલાઇન કરવા માંગે છે. ખાસ કરીને નોન-કેશ લેવડદેવડમાં ઝડપ, સગવડ અને વિશ્વસનીયતા જરૂરી બની ગઈ છે. વધારેલી મર્યાદા ગ્રાહકોને વધુ સત્તા આપશે અને વિવિધ ક્ષેત્રોમાં ડિજિટલ પેમેન્ટને અપનાવા માટે પ્રોત્સાહન મળશે.
વેપાર અને નોકરી વ્યવસાય માટે ફાયદાકારક
આ નવા નિયમોથી માત્ર વ્યક્તિગત યુઝર્સને જ નહીં પરંતુ નાના અને મધ્યમ ઉદ્યોગોને (SMEs) પણ ખૂબ મોટો ફાયદો થશે. તેઓ હવે મોટા લેવલ પર, ઝડપથી અને સુરક્ષિત રીતે ચુકવણીઓ કરી શકશે, જે તેમના રોજિંદા વ્યવહારમાં મહત્વપૂર્ણ અસર કરશે.