સુરત SOG એ ખંડણી માટે કુખ્યાત ઇમ્તિયાઝ સદ્દામ ગેંગ પર કાર્યવાહી કરી
સુરત એસઓજીએ સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા અને ખંડણીખોર તરીકે કુખ્યાત એવા ઈમ્તિયાઝ સદ્દામ અને સાહિલ ગોડીલ ગેંગ વિરુદ્વ ગુજસીટોકનું શસ્ત્ર ઉગામ્યું છે. આ ગેંગની સામે સુરતના વિવિધ પોલીસ સ્ટેશનમાં ખંડણી અને બળજબરીથી પૈસા પડાવી લેવાની ઉપરાછાપરી અનેક ફરિયાદો થઈ હતી.
ઈમ્તિયાઝ સદ્દામ અને સાહિલ ગોડીલ ગેંગ ગરીબ અને વેપારી લોકો પાસેથી ધાક-ધમકી આપી રુપિયા પડાવી લેવા માટે કુખ્યાત છે. પોલીસ તપાસમાં એ પણ આશંકા છે કે આ ગેંગ હવાલા, યુએસડીટી સહિત વ્યાજખોરીનો પણ વેપલો કરતી હતી. અનેક લોકોને આ ગેંગે હેરાન પરેશાન કરી નાંખ્યા હતા.
જ્યારે ઈમ્તિયાઝ સદ્દામ અને સાહિલ ગોડીલની ધરપકડ કરવામાં આવી ત્યારે રાંદેર-ગોરાટ રોડ પર તેમનો વરઘોડો કાઢવામાં આવ્યો ત્યારે સ્થાનિક મુસ્લિમ આગેવાનો તેમજ મહિલાઓએ પોલીસને હારતોરા કરી અભિનંદન આપવા સાથે આભાર માન્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા સહિત મીડિય જગતમાં ખૂબ વાયરલ થયો હતો.