નાયબ CM ઉમેદવાર જાહેર થતાં જ વિવાદ! ચિરાગ પાસવાને RJD ને મુસ્લિમ વોટ બેન્ક પર ઘેર્યું
લોક જનશક્તિ પાર્ટી (LJP)ના વડા ચિરાગ પાસવાને રાષ્ટ્રીય જનતા દળ (RJD) પર આકરો હુમલો કર્યો છે. તેમણે RJD પર આરોપ લગાવ્યો છે કે તે આવનારી વિધાનસભા ચૂંટણીમાં બિહારમાં મુસ્લિમોને યોગ્ય રાજકીય પ્રતિનિધિત્વ (Political Representation) આપવામાં નિષ્ફળ રહી છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે મહાગઠબંધને RJD નેતા તેજસ્વી યાદવને મુખ્યમંત્રી પદના ઉમેદવાર અને VIP સુપ્રીમો મુકેશ સહનીને નાયબ મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા છે.
2005માં RJDએ મારા પિતાને સમર્થન નહોતું આપ્યું
‘X’ પરની એક પોસ્ટમાં, પાસવાને 2005ની બિહાર વિધાનસભા ચૂંટણીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેમના પિતા અને LJPના સ્થાપક, સ્વર્ગસ્થ રામ વિલાસ પાસવાને ‘એક મુસ્લિમ મુખ્યમંત્રી બનાવવા માટે પોતાની પાર્ટીનું બલિદાન આપી દીધું હતું,’ પરંતુ RJDએ આ પગલાંને સમર્થન આપ્યું નહોતું.

RJD માટે મુસ્લિમ સમુદાય માત્ર એક વોટ બેન્ક છે – ચિરાગ પાસવાન
તેમણે આરોપ લગાવ્યો કે RJD ત્યારે પણ કોઈ મુસ્લિમ સીએમને સપોર્ટ કરવા તૈયાર નહોતી અને આજે 2025માં પણ તેમને સત્તામાં યોગ્ય હિસ્સો આપવા તૈયાર નથી.
પાસવાને ‘X’ પર પોસ્ટ કર્યું, ‘2005માં, મારા નેતા, મારા પિતા, સ્વર્ગસ્થ રામ વિલાસ પાસવાનજીએ એક મુસ્લિમ મુખ્યમંત્રી બનાવવા માટે પોતાની પાર્ટી સુધી કુર્બાન કરી દીધી હતી – તેમ છતાં તમે તેમનો સાથ ન આપ્યો. RJD 2005માં પણ મુસ્લિમ મુખ્યમંત્રી માટે તૈયાર નહોતી, અને આજે 2025માં પણ તે ન તો મુસ્લિમ મુખ્યમંત્રી આપવા તૈયાર છે કે ન તો નાયબ-મુખ્યમંત્રી!’
2005 में मेरे नेता मेरे पिता स्व. रामविलास पासवान जी ने मुस्लिम मुख्यमंत्री बनाने के लिए अपनी पार्टी तक कुर्बान कर दी थी – तब भी आपने उनका साथ नहीं दिया।
राजद 2005 में भी मुस्लिम मुख्यमंत्री के लिए तैयार नहीं था, आज 2025 में भी न मुस्लिम मुख्यमंत्री देने को तैयार है, न…
— युवा बिहारी चिराग पासवान (@iChiragPaswan) October 25, 2025
તેમણે આગળ સવાલ કર્યો, ‘જો તમે બંધુઆ વોટ બેન્ક બની રહેશો, તો તમને ઇઝ્ઝત અને ભાગીદારી કેવી રીતે મળશે?’
આ પહેલાં, પાસવાને બિહાર ચૂંટણી માટે મહાગઠબંધનની લીડરશિપ પસંદ કરવાની રીત પર પણ નિશાન સાધ્યું હતું અને ગઠબંધન પર મુસ્લિમોને માત્ર વોટ બેન્ક સમજવાનો આરોપ લગાવ્યો હતો.
શુક્રવારે રિપોર્ટરો સાથે વાત કરતાં ચિરાગ પાસવાને કહ્યું, ‘આ એ જ RJD છે જેને 2005માં મારા પિતાએ કહ્યું હતું કે તેમણે કોઈ મુસ્લિમને મુખ્યમંત્રી બનાવવા જોઈએ. તેમણે કોઈ મુસ્લિમને CM કેમ ન બનાવ્યા? તેઓ કહે છે કંઈક બીજું અને કરે છે કંઈક બીજું. તેમના માટે મુસ્લિમ માત્ર તેમની વોટ બેન્ક છે. મુસ્લિમોએ આ સમજવું જોઈએ અને અમારી સરકારની યોજનાઓ સૌને લાભ પહોંચાડવા માટે છે.’

તેજસ્વી યાદવ મુખ્યમંત્રી પદનો ચહેરો હશે
ગુરુવારે, મહાગઠબંધને ગઠબંધનમાં પોતાના મુખ્ય ચહેરાને લઈને ચાલી રહેલી અટકળોનો અંત લાવી દીધો. રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા અને બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવને મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કરવામાં આવ્યા.
વિકાસશીલ ઇન્સાન પાર્ટીના મુકેશ સહનીને રાજ્ય ચૂંટણીઓ માટે ગઠબંધનના ડેપ્યુટી સીએમ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.
2025ની બિહાર ચૂંટણીમાં મુખ્ય મુકાબલો NDA અને મહાગઠબંધન વચ્ચે થશે. વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં 6 અને 11 નવેમ્બરે યોજાશે. પરિણામ 14 નવેમ્બરે જાહેર કરવામાં આવશે.

