ગુજરાત કોંગ્રેસના પ્રમુખ બનતાં પહેલાં જગદીશ ઠાકોરે પાટણમાં યોજાયેલા સમાજના સંમેલનમાં કરેલી ટીપ્પણીઓ હવે તેમના પ્રમુખ બન્યા બાદ ચર્ચાસ્પદ બની છે. જોકે, પ્રમુખ બન્યા બાદ પણ જગદીશ ઠાકોરે ભાજપ સામે આકરા પ્રહાર કરવાનું ચાલું રાખ્યું છે. આ સિલસિલામાં જગદીશ ઠાકોરની સામે ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી અને ધોળકાના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ટ્વિટ કરી જવાબ આપ્યો છે.
ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ટ્વિટમાં જગદીશ ઠાકોર પર અભદ્ર શબ્દોનાં પ્રયોગને લઈ સવાલો ઉભા કર્યા છે. જગદીશ ઠાકોર પર ભૂપેન્દ્રસિંહ દ્વારા ટ્વિટ દ્વારા કરવામાં આવેલા પ્રહારને લઈ ટ્વિટર પર આને લઈ ખાસ્સી ચર્ચા ચાલી હતી. આ ઉપરાંત ભાજપ અને કોંગ્રેસમાં જુદી જદી રીતે વિરોધ અને તરફેણમાં સુરો સાંભળવા મળ્યા હતા.
ગુજરાત ટુડે દૈનિક સમાચાર પત્રમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખે કરેલા ઉચ્ચારણો વાંચી આઘાત અને દુઃખની લાગણીનો અનુભવ થયો. સવા સો વર્ષ જૂની અને ગુજરાત જેવા સંસ્કારી અને શાંતિપ્રિય રાજ્યના પ્રમુખ તરીકે આવા ઉશ્કેરીજનક અને અભદ્ર શબ્દો વાંચનારને પણ શરમ આવે. pic.twitter.com/RVc2cglF7z
— Bhupendrasinh Chudasama (@imBhupendrasinh) December 15, 2021
પ્રમુખ બનતાવેંત જગદીશ ઠાકોરે કહ્યું હતું કે આગામી દિવસોમાં ભાજપના ભૂક્કા કાઢી નાંખીશું. જગદીશ ઠાકોરના પ્રમુખ બન્યા બાદ કોંગ્રેસમાં નવો ઉમળકો જોવા મળી રહ્યો હોવાનું કોંગ્રેસીઓ જણાવી રહ્યા છે.