ગુજરાત રાજ્યમાં ચૂંટણી અને મેચ બાદ કોરોના ના કેસમાં એકાએક વધારો જોવા મળી રહ્યો છે.150 દિવસ બાદ ગુજરાતમાં 1276 કેસ નોંધાયા છે જેમાં અમદાવાદમાં કોરોનાના 304 કેસ નોંધાયા છે.ગુજરાત રાજ્યનું રિકવરી રેટ 96.54 ટકા થયો છે.એક તરફ ચાર મહાનગરો માં કરફ્યુનો સમય રાત્રીના 10 થી 6 નો કરવામાં આવ્યો છે.તો બીજી તરફ ગુજરાત રાજ્યના મહાનગરો માં વેકસીનેશન નો સમય પણ રાત્રીના 9.30 સુધી લંબાવવામાં આવ્યો છે.બુધવારે જ સરકાર દ્વારા કડક નિયમો અચોક્કસ મુદત સુધી અમલી કરવામાં આવ્યા છે જેમાં AMTS અને BRTS ને બંધ કરવામાં આવી છે જિમ,ગાર્ડન, ક્લબ અને શાળા કોલેજો ને પણ બંધ કરવામાં આવ્યા છે.કોરોના ના કહેરને કારણે અને એક પછી એક લદાતા કડક નિયમો ને કારણે મધ્યમ વર્ગીય પરિવાર ને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.
