વર્ષ 2008 થયેલ સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ કેસમાં દોષિતોને સજાના મુદ્દે આજે તમામ પક્ષ સાંભળવામાં આવ્યા.વિશેષ અદાલતે દોષિતોના બચાવ પક્ષના વકીલોનો અને પ્રોસીક્યુશનનો પક્ષ સાંભળ્યો આ પક્ષ સાંભળ્યા બાદ પ્રોસીક્યુશન તરફથી દોષિતોને ફાંસીની સજાની માંગણી કરાઈ.જયારે બચાવપક્ષ તરફથી લઘુત્તમ સજાની માગણી કરાઈ.18 ફેબ્રુઆરીના રોજ દોષિતોને વિશેષ અદાલત સજા કરશે એવું એલાન કરવામાં આવ્યું.