નવા વર્ષની શરૂઆતમાં સેમસંગે તેના વપરાશકર્તાઓ માટે બિગ ટીવી ડેઝ સેલની જાહેરાત કરી છે. આ સેલ હેઠળ, વપરાશકર્તાઓ ઓફર્સમાં કંપનીના મોટા સ્ક્રીન ટીવી મોડલ્સ ખરીદી શકે છે. કંપનીના પસંદગીના ટીવી મોડલ્સ સાથે તમને સેમસંગ ગેલેક્સી A51, સેમસંગ ગેલેક્સી A31 સ્માર્ટફોન અને સાઉન્ડબાર મેળવવાની તક મળી રહી છે. આવો જાણીએ આ સેલમાં ઉપલબ્ધ ટીવી અને ઓફર્સ વિશે.
સેમસંગે જાહેરાત કરી છે કે યુઝર્સ દેશભરના કોઈ પણ અગ્રણી રિટેલ સ્ટોર પર આ સેલનો લાભ લઈ શકે છે. ટીવી ખરીદી પર 20 ટકા કેશબેક સુવિધા મળશે. એટલું જ નહીં, એક્સટેન્ડેડ વોરન્ટી ઓફર્સ અને ઈએમઆઈમાં ટીવી ખરીદવાની તક મળશે. યુઝર્સ 1,990 રૂપિયાના માસિક ઈએમઆઈ સાથે નવું ટીવી ઘર લઈ શકે છે. આ સુવિધા કંપનીના 55 ઇંચ, 65 ઇંચ, 75 ઇંચ, 82 ઇંચ અને 85 ઇંચQLED ટીવી મોડલ્સ પર ઉપલબ્ધ હશે. આ સેલનો લાભ 31 જાન્યુઆરી સુધીમાં મળી શકે છે.
જો તમે સેમસંગનું 65 ઇંચનું QLED ટીવી અને 75 ઇંચનું ક્રિસ્ટલ 4કે યુએચડી ટીવી ખરીદો છો, તો કંપની સેમસંગ ગેલેક્સી A51 સ્માર્ટફોન ફ્રી આપી રહી છે, જેની કિંમત 22,999 રૂપિયા છે. આ ઉપરાંત સેમસંગ ગેલેક્સી A31 ને 55 ઇંચQLED ટીવી અને 65 ઇંચના ક્રિસ્ટલ 4કે યુએચડી ટીવી આપવામાં આવી રહ્યા છે, જેની કિંમત 18,999 રૂપિયા છે.
આ સેલમાં તમને સાઉન્ડબાર HW-Q800T અને સાઉન્ડબાર HW-Q900T સંપૂર્ણપણે ફ્રી મળશે, જેમાં કંપનીના 75 ઇંચ, 82 ઇંચ અને 85 ઇંચના QLE ટીવી મોડલ્સ છે. તેની કિંમત 48,990 રૂપિયા અને 99,990 રૂપિયા છે. સેમસંગ વોરંટીમાં 10 વર્ષનો નો-સ્ક્રીન બર્ન, એક વર્ષની વ્યાપક વોરંટી અને એક વર્ષની એડિશન વોરન્ટી પણ ઓફર કરી રહી છે. જે QLED ટીવીની પેનલ પર હશે.