ભાજપમાં જોડાઈ ગયા બાદ હાર્દિક પટેલ હાલ વિરમગામમાં પોતાના વતન માં ધ્યાન આપી રહયા છે અને વિરમગામ વિધાનસભા મતવિસ્તારમાં કાર્યક્રમોમાં ખાસ હાજરી આપતા હોવાનું કહેવાય છે.
હાર્દિક પોતાના પત્ની કિંજલ સાથે નજરે પડી રહયા છે.
દરમિયાન હાર્દિક પટેલ પોતાના ફૂલ પોઝ વાળા ચિત્ર વાળા ફુલસ્કેપના ચોપડા બાળકોને વિતરણ કરી રહયા છે જેમાં હાર્દિકના ફોટા સાથે લખેલું છે કે,આપણે હાર ના માનવી જોઈએ ! જોકે, હવે આ ફુલસ્કેપ ના ચોપડા વિતરણનો મામલો પણ સ્થાનિક ભાજપમાં ચર્ચાનો વિષય બન્યો છે,
ભાજપના સ્થાનિક નેતાઓનું માનવું છે કે,હાર્દિક પટેલ હવે ભાજપમાં છે ત્યારે ફુલસ્કેપ ચોપડામાં હાર્દિક નું ચિત્ર છે તેની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ના ફોટા મુકવા જોઈએ અને ભાજપ નું કમળ પણ મૂક્યું હોત તો સારું કહી શકાય, પણ હાર્દિક અને તેમની પત્ની વિરમગામના ગામોમાં જાય છે, અને વ્યક્તિગત પ્રચાર કરી રહ્યા છે ત્યારે જો હાર્દિક વિરમગામથી ચૂંટણી લડશે તો સ્થાનિક આગેવાનો ની જરુર નહિ પડે ? આવી ચર્ચાઓ સ્થાનિક વિસ્તારમાં સાંભળવા મળી રહી છે.