ગુજરાતમાં છેલ્લા આઠ વર્ષમાં પોક્સો હેઠલ નોંધાતા ગુનાઓમાં 398.4 ટકાનો વધારો થયો છે. જેમાં આઠ વર્ષમાં 14522 ગુના નોંધાયા છે. આ ગુનાઓમાં સજા આપવાનો દર જોઈએ તો માત્ર 1.59 ટકા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. કોંગ્રેસે એવો પણ આક્ષેપ કર્યો છે કે, 14522માંથી માત્ર 231 કેસમાં જ ગુના પુરવાર થઈ શક્યા છે જ્યારે 12 હજારથી વધુ કેસ હજી પેન્ડિંગ છે.
લોકસભા માં પ્રસ્તુત આંકડા પ્રમાણે પોકસો કાયદા હેઠળ ગુજરાત માં વર્ષ 2014 થી 2021 દરમિયાન 14,522 કેસ નોંધાયા હતા. વર્ષ 2014 થી 2021 સુધી માં પોકસો કેસ માં 398.5% નો વધારો થયો છે. વર્ષ 2014 માં પોકસો હેઠળ 613 ગુના નોંધાયા હતા ,જેમાં 5 કેસોમાં સજા પડેલ હતી. વર્ષ 2015 માં પોક્સો હેઠળ 1609 ગુના નોંધાયા હતા, જેમાં 8 કેસ માં સજા પડેલ હતી. વર્ષ 2016 માં પોકસો હેઠળ 1408 ગુના નોંધાયા હતા, જેમાં ૫ કેસ માં સજા પડેલ હતી. વર્ષ 2017 માં પોકસો હેઠળ 1697 ગુના નોંધાયા હતા , જેમાં 12 કેસ માં સજા પડેલ હતી. વર્ષ 2018 માં 2154 કેસ નોંધાયા , જેમાં 33 કેસ માં સજા થયેલ હતી. વર્ષ 2019 માં 2253 પોકસો કેસ માં 74 કેસ, વર્ષ 2020 માં 2345 પોકસો કેસ માં 23 કેસ માં અને વર્ષ 2021 માં પોકસો કેસ માં 71 કેસ માં સજા થયેલ હતી.
ગુજરાત રાજ્યમાં પોકસો હેઠળ 14522 ગુનામાં 231 કેસમાં ગુનો પુરવાર થઈ શક્યા હતા. વર્ષ 2021ના અંત સુધી માં 12647 કેસ પેન્ડિંગ છે નો આંકડો જાણવા મળે છે. “બેટી બચાઓ બેટી પઢાઓ”ની જાહેરાતો પાછળ કરોડોના ખર્ચા કરાયા પણ આ દીકરીઓને ન્યાય અપાવવામાં સરકાર નિષ્ફળ ગઈ છે તે આ આંકડા પુરવાર કરે છે. નાની બાળકીઓ ઉપર વધતી દુષ્કર્મ શારીરિક છેડછાડના ગુનાઓમાં બેફામ વધારો ગુજરાતની અસ્મિતાને શરમાવે તેમ છે. લોકસભાના આંકડાઓ દર્શાવે છે કે બેન દીકરીની સુરક્ષામાં સરકાર નિષ્ફળ ગઈ છે. ( રિપોર્ટર :- હાર્દિક શેઠ )