• આગામી 10 તારીખે દાહોદ ખાતે કોંગ્રેસના આદિવાસી સંમેલનમાં હાજરી આપશે.
• વડાપ્રધાન મોદી અગાઉ દાહોદ ખાતે આદિવાસી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં.
• ગઈકાલે અરવિંદ કેજરીવાલ પણ રાજ્યના આદિવાસી સમાજની વચ્ચે હતાં.
ચુંટણીની તારીખો જાહેર થાય ન થાય, રાજકીય પાર્ટીઓ અને નેતાઓ પુરજોશની તૈયારીમાં આવી ગયા છે.
સમાચાર અનુસાર કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધી આવતી 10 તારીખે વડોદરાના દાહોદ ખાતે આદિવાસી સંમેલનમાં હાજરી આપવાના છે, જેની તૈયારી ગુજરાત કોંગ્રેસ દ્વારા કરાઇ ચૂકી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આદિવાસી સમાજના લોકોની વસ્તી લગભગ 1 કરોડની આસપાસ છે, માટે જ દરેક રાજકીય પાર્ટીઓ આ સમાજને પોતાના કરી રાખવાના પ્રયત્નો કરી રહી છે.
ગત્ 20 એપ્રિલ ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદ ખાતેના આદિવાસી સંમેલનમાં ઉપસ્થિત રહેલા, જ્યારે ગઈ કાલે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજન અને દિલ્હી રાજ્યના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ભરૂચના ચંડોલિયા ખાતે આદિવાસી સંમેલનમાં હાજર રહ્યા હતાં.
રાજ્યમાં કુલ વિધાનસભા બેઠકોમાંથી 15 ટકા બેઠકો SC સમાજ માટે અનામત છે, એટલે કે રાજ્યની 30 જેટલી બેઠકો થઈ, જેમાંથી 27 બેઠકો પણ આદિવાસી સમાજના મતદારોનું પ્રભુત્વ છે, ચુંટણી સમયે આ સમાજ જે પાર્ટીને મત આપે એ પાર્ટી ચોક્કસ જીતે.
એટલે જ આવા ગણિતને લઈને ભાજપ હોય કે કોંગ્રેસ કે પછી આમ આદમી પાર્ટી… દરેક આદિવાસી સમાજની આ બેઠકો પર કબજો મેળવવાના પ્રયત્નો કરી રહી છે.
આદિવાસી સમાજ મૂળ કોંગ્રેસ તરફ જુકેલો રહ્યો છે, પણ છેલ્લી કેટલીક ચૂંટણીઓથી તેઓ ભાજપ પ્રત્યે પણ વળ્યા હોય તેવું દેખાય છે… અને હવે ભાજપ આદિવાસી સમાજની આ બેઠકો સાચવવામાં, કોંગ્રેસ પોતાનું મૂળ ગણાતી આ બેઠકો પાછી મેળવવામાં અને નવી આવતી આમ આદમી પાર્ટી બંને પાર્ટીઓને પાછળ રાખીને આ બેઠકો પોતાની કરવા મથી રહી છે.
આ તમામ રાજકીય બાબતો વચ્ચે ગુજરાતનો આદિવાસી સમાજ તેમની સુવિધાઓની સુખાકારી માટે દરેક પાર્ટીઓ પર ભરોસો કરતો હોય છે, ત્યારે આગામી સમયની ચુંટણીમાં આ પાર્ટીઓના ઉમેદવારો તેમની આ મૂળભૂત માગણીઓને સ્વીકારીને કાર્ય કરે તો આદિવાસી સમાજ ઉજ્જવળ ભવિષ્ય તરફ વળી શકે.