Breaking: ઓપરેશન સિંદૂર બાદ લાહોરમાં ધડાકા! એક પછી એક 3 વિસ્ફોટથી પાકિસ્તાનમાં ખળભળાટ
Breaking ઓપરેશન સિંદૂર બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ ઘેરાઈ છે. આ તણાવ વચ્ચે આજે, 8 મેના રોજ, પાકિસ્તાનના લાહોર શહેરમાં ધડાકાઓના અવાજે સમગ્ર વિસ્તાર ધૂજી ઉઠ્યો. લાહોરના વોલ્ટન, ગોપાલ નગર અને નસરાબાદ વિસ્તારમાં સતત ત્રણ વિસ્ફોટ થયા હોવાનું સ્થાનિક મીડિયાના અહેવાલો જણાવે છે.
પ્રથમ વિસ્ફોટ બપોરના સમયે વોલ્ટન વિસ્તારમાં થયો હતો, જેના થોડી જ વારમાં ગોપાલ નગર અને પછી નસરાબાદ વિસ્તારમાં પણ વિસ્ફોટોના સમાચાર મળ્યા. વિસ્ફોટના અવાજો એટલા તેજ હતા કે સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ ફેલાઈ ગયો. લોકો ઘરોમાંથી દોડી નીકળી આવ્યા અને ઘણા વિસ્તારોમાં દુકાનો બંધ થઇ ગઈ.
વિસ્ફોટ બાદ તરત જ બચાવદળો, ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલ અસરગ્રસ્ત વિસ્તારોને સીલ કરી દેવાયા છે અને તપાસ શરૂ કરી દેવાઈ છે. જમણાવ્યું છે કે ચોતરફ ધૂમાડો ફેલાઈ ગયો હતો અને કેટલાક વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે. અત્યાર સુધીમાં કોઇ જાનહાની કે ઘાયલ થવાની સત્તાવાર પુષ્ટિ નથી મળી, પરંતુ સ્થાનિક સ્તરે લોકોને ગંભીર ઇજા પહોંચવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
લાહોરના નાગરિકોએ આ ઘટનાને લઈને ભય વ્યક્ત કર્યો છે. એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું, “અમે એક સાથે ત્રણ ધડાકા સાંભળ્યા. બધાએ તરત ઘર છોડીને બહાર ભાગવાનું શરૂ કર્યું. આ પહેલા આવી ભયાનક સ્થિતિ ક્યારેય નથી જોઈ.”
વિશેષ તો એ છે કે આ વિસ્ફોટો એવા સમયે થયા છે જ્યારે ભારતના ઓપરેશન સિંદૂરના પગલે પાકિસ્તાનના આતંકવાદી ઢાંચા પર ઘાટો પડ્યો છે. અનેક લોકો માનતા છે કે આ વિસ્ફોટો આપોઆપ ઘટનાઓ નથી, પરંતુ આંતરિક આંતકવાદી ગતિવિધિઓ કે રાજકીય અસંતુલનની સાક્ષી હોઈ શકે છે.
પાકિસ્તાન સરકાર અને સેનાએ હાલ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. વોલ્ટન, ગોપાલ નગર અને નસરાબાદના વિસ્તારોમાં ચુસ્ત સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે અને તપાસ એજન્સીઓ કામે લાગી ગઈ છે.