Breaking: ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદમાં ગેરકાયદેસર રીતે રહેતા 50 બાંગ્લાદેશીઓની ધરપકડ કરી
અમદાવાદમાં 50 બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રીતે રહેતા હતા, ક્રાઈમ બ્રાન્ચે તેમની ધરપકડ કરી, 200થી વધુ લોકોની પૂછપરછ ચાલુ.
Breaking ક્રાઈમ બ્રાન્ચે ગુજરાતના અમદાવાદમાંથી 50 લોકોની ધરપકડ કરી છે. આ તમામ લોકો બાંગ્લાદેશી નાગરિક છે અને ગુજરાતમાં ગેરકાયદેસર રીતે રહેતા હતા. આ કેસમાં 200થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.
Gujarat | Crime Branch has detained 50 Bangladeshi nationals living illegally in Ahmedabad, more than 200 people are being questioned: Crime Branch Ahmedabad
— ANI (@ANI) October 25, 2024
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું છે કે ગેરકાયદેસર રીતે રહેતા 50 શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરવામાં આવી છે. આ લોકોના કેસમાં કાનૂની પ્રક્રિયા અપનાવવામાં આવશે. લગભગ 200 શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેમને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. આ મામલે પોલીસ દ્વારા ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપવામાં આવશે.