Breaking ગૃહ મંત્રાલય લાવશે નવી રાષ્ટ્રીય નીતિ, સોશિયલ મીડિયા પર નજર કસાશે
Breaking કેન્દ્ર સરકાર હવે સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી સામગ્રી સામે કડક પગલાં લેવા માટે તૈયારીમાં છે. હવે દેશવિરુદ્ધ વીડિયો, પોસ્ટ અથવા ભડકાઉ માહિતી ફેલાવનારા લોકો પર તાત્કાલિક કાર્યવાહી થશે. આ માટે ગૃહ મંત્રાલય ટૂંક સમયમાં નવી રાષ્ટ્રીય નીતિ લાવવાની તૈયારીમાં છે.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર સોશિયલ મીડિયા પર ફેલાતા દુષપ્રચાર, અફવાઓ અને દેશમાં અશાંતિ ફેલાવતી પોસ્ટ્સને બ્લોક કરવા માટે ટેક્નોલોજી આધારિત મિકેનિઝમ વિકસાવી રહી છે. તે ઉપરાંત, આવા કેસોમાં કાયદાકીય પગલાં લેવાશે
મુખ્ય મુદ્દા:
- રાષ્ટ્રવિરુદ્ધ વીડિયો અને પોસ્ટ્સ પર કેન્દ્ર સરકાર લેશે દૃઢ પગલાં
- ગૃહ મંત્રાલય નીતિ તૈયાર કરી રહ્યું છે
- સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને પણ જવાબદારી સાથે સામગ્રી મંજૂર કરવાની ફરજ પડશે
- ફેક્ટ ચેકિંગ મેકેનિઝમ અને રિપોર્ટિંગ સિસ્ટમ વધુ મજબૂત બનશે
આ પગલાંનો ઉદ્દેશ દેશની એકતા, અખંડિતતા અને આંતરિક સુરક્ષા માટે ખતરો ઉભો કરતી ડિજિટલ સામગ્રી પર નિયંત્રણ લાવવાનો છે. વધુ વિગતો નીતિ જાહેર થયા બાદ સામે આવશે.
નોંધ: નાગરિકોને પણ આવી સામગ્રીથી દૂર રહેવાની અને જો કોઈ રાષ્ટ્રવિરુદ્ધ સામગ્રી જોવા મળે તો તેને રિપોર્ટ કરવાની અપીલ કરવામાં આવી છે.