Breaking રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડમાં મોટો ફેરફાર: ભૂતપૂર્વ RAW ચીફ આલોક જોશી બન્યા અધ્યક્ષ
Breaking પહેલગામ આતંકવાદી હુમલાના પથારીયાં બાદ ભારત સરકાર રાષ્ટ્રીય સુરક્ષા નીતિમાં સુધારાઓ કરી રહી છે. દેશના રક્ષણ અને ગુપ્તચર વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડ (NSAB)ના ઠેરાવમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ભૂતપૂર્વ RAW ચીફ આલોક જોશીને NSABના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આલોક જોશી દેશના ગુપ્તચર ક્ષેત્રે વિશાળ અનુભવ ધરાવે છે અને અગાઉ RAWના વડા તરીકે દેશની આંતરિક અને વિદેશી સુરક્ષા સાથે જોડાયેલા અતિ મહત્વના નિર્ણયોનો ભાગ રહી ચૂક્યા છે. તેમની ક્ષમતા અને વ્યૂહાત્મક દ્રષ્ટિએ NSABના કામકાજમાં નવી દિશા આપવાની આશા છે.
નવી રચના હેઠળ કુલ સાત સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહીં ત્રણેય સેનાની નિવૃત્ત ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ વિશેષ ધ્યાન ખેંચે છે:
એર માર્શલ પીએમ સિંહા – ભૂતપૂર્વ વેસ્ટર્ન એર કમાન્ડર
લેફ્ટનન્ટ જનરલ એકે સિંહ – ભૂતપૂર્વ સધર્ન આર્મી કમાન્ડર
રીઅર એડમિરલ મોન્ટી ખન્ના – ભારતીય નૌકાદળના નિવૃત્ત અધિકારી
આ ઉપરાંત, રાજીવ રંજન વર્મા અને મનમોહન સિંહ – બંને નિવૃત્ત IPS અધિકારીઓ છે, જેમણે આંતરિક સુરક્ષા અને કાયદો વ્યવસ્થા સંભાળવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
બી. વેંકટેશ વર્મા, નિવૃત્ત વિદેશ સેવા અધિકારી તરીકે, બોર્ડમાં વિદેશ નીતિ અને આંતરરાષ્ટ્રીય સંબંધો અંગે દિશાનિર્દેશ આપશે.
આ નવી રચનાથી સ્પષ્ટ થાય છે કે ભારત પોતાની રાષ્ટ્રીય સુરક્ષા માટે વધુ વ્યૂહાત્મક અને સંકલિત અભિગમ અપનાવી રહ્યું છે. અગાઉના હુમલાઓ અને વધતા આંતરરાષ્ટ્રીય ખતરા વચ્ચે, આ પ્રકારના પગલાં દેશની સુરક્ષા સ્થિતિને મજબૂત બનાવશે.
પહેલગામ હુમલા બાદ દેશની નીતિ અને રણનીતિ બંનેમાં ગંભીરતા જોવા મળી રહી છે. NSAB જેવી સંસ્થાઓમાં અનુભવશાળી અને વ્યાવસાયિક લોકોની નિયુક્તિ એ ભારતના રાષ્ટ્રીય હિતની દિશામાં નિર્ણાયક પગલાં છે.