ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના પોઝિટિવ આવ્યા છે. ગઇ કાલે વડોદરામાં એક સભા દરમિયાન વિજય રૂપાણીની તબિયત બગડી હતી અને બીપી લો થઇ જતા તેઓ સ્ટેજ પરથી પડી ગયા હતા. જે બાદ તેમણે હેલિકોપ્ટર મારફતે અમદાવાદ લાવવામાં આવ્યા હતા અને યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અહી વિજય રૂપાણી ડોક્ટરના ઓબ્ઝર્વેશનમાં હતા.
