Breaking જમ્મુ એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન પર હુમલો નિષ્ફળ: S-400 એ તોડી પાડ્યા અનેક પાકિસ્તાની ડ્રોન
Breaking પાકિસ્તાને ભારતના સંવેદનશીલ વિસ્તારોમાં એક coordinated ડ્રોન હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જે ભારતીય વાયુ સંરક્ષણ દળે સમયસર પગલાં લઈ નિષ્ફળ બનાવી દીધો.
જમ્મુ પર પાકિસ્તાનનો પ્રયાસ નિષ્ફળ રહ્યો
પાકિસ્તાન દ્વારા જમ્મુ એરપોર્ટ, રેલ્વે સ્ટેશન, ચન્ની હિંમત અને આરએસ પુરા જેવા વિસ્તારોને નિશાન બનાવીને ડ્રોન મોકલાયા હતા. પરંતુ ભારતીય વાયુ દળે અદ્યતન S-400 વાયુ સંરક્ષણ પ્રણાલીનો ઉપયોગ કરીને તમામ ડ્રોનને હવામાં જ નષ્ટ કરી દીધા.
જમ્મુ યુનિવર્સિટી નજીક બે પાકિસ્તાની ડ્રોન પણ પકડાયા અને તોડી પાડવામાં આવ્યા. આ ઘટનાના પગલે આખા જમ્મુ-કાશ્મીરમાં કડક સુરક્ષા અને બ્લેકઆઉટ લાગુ કરવામાં આવ્યો છે.
બાડમેર અને જેસલમેરમાં પણ ખળભળાટ
રાજસ્થાનના બાડમેર જિલ્લામાં ત્રીજી વખત સાયરન વાગ્યું, અને સમગ્ર વિસ્તાર અંધકારમય થઈ ગયો. લોકો ઘરોમાં કેદ થઈ ગયા છે.
જેસલમેરથી પણ ભારે વિસ્ફોટનો અવાજ સંભળાયો છે. આજ સુધી આ અવાજ વિશે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ છે.
રાજ્યે કડક સુરક્ષા દોરો ઘેચી દીધો
દેશભરમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. ડ્રોન હુમલાના સતત પ્રયાસોને ધ્યાનમાં રાખીને લાઈન્સ ઓફ કંટ્રોલ (LoC) નજીકના તમામ વિસ્તારોમાં હાઈ એલર્ટ જારી કરાયો છે.