Breaking: પાકિસ્તાની ડ્રોન હુમલાનો નિષ્ફળ પ્રયાસ, ભારતીય વાયુ સેના રહી ચાંપતી, LoC પર તંગદિલી
Breaking પાકિસ્તાને ગુરુવારે જમ્મુ-કાશ્મીર અને પંજાબના અનેક વિસ્તારોમાં ડ્રોન દ્વારા હુમલાની કોશિશ કરી હતી, પરંતુ ભારતીય વાયુ સંરક્ષણ દળોએ સમગ્ર પ્રયાસને નિષ્ફળ બનાવી દીધો.
જમ્મુના એરપોર્ટ, રેલ્વે સ્ટેશન, ચન્ની હિંમત અને આરએસ પુરા જેવા સંવેદનશીલ વિસ્તારોને નિશાન બનાવવા ડ્રોન મોકલવામાં આવ્યા હતા. ભારતીય વાયુ સંરક્ષણ પ્રણાલીએ, ખાસ કરીને અદ્યતન S-400 મિસાઇલ સિસ્ટમની મદદથી, આ બધા ડ્રોનને હવામાં જ તોડી પાડ્યા.
જમ્મુ યુનિવર્સિટી નજીક પણ બે ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા, જ્યારે સમગ્ર જમ્મુ અને કાશ્મીર ક્ષેત્રમાં સલામતીને ધ્યાનમાં રાખીને તાત્કાલિક બ્લેકઆઉટ લાગુ કરવામાં આવ્યો હતો.
LoC (લાઇન ઑફ કંટ્રોલ) પર પણ ભારે ગોળીબાર થયો હતો, જેમાં બંને બાજુએ તંગદિલી વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓ દ્રારા તમામ વિસ્તારોમાં કડક নজર રાખવામાં આવી રહી છે અને લોકોમાં સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે.