ગુજરાતભરમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોના બેકાબૂ બન્યો છે.ચૂંટણી સમયે એકાએક આંકડામાં ઘટાડો નોંધાયા બાદ છેલ્લા 5 દિવસ થી કોરોના બેકાબૂ બની ગયો છે.જાહેરજનતા માં પણ અનેક રોષ જોવા મળી રહ્યો છે કારણકે ચૂંટણી સમયે કોરોના ના આંકડા ઘટી જવા અને ચૂંટણી બાદ આંકડા એકાએક વધી જવા એનું કારણ શું જેવા અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.
ગુજરાતભરમાં કોરોના બેકાબૂ બનતા ચાર મહાનગરોમાં પણ રાત્રી કરફ્યુ 10 થી 6 નો કરી દેવામાં આવ્યો છે.જેને લઈ અનેક રેસ્ટોરન્ટ ના માલિકો અને ધંધાર્થીઓમાં રોષ જોવા મળ્યો છે.
આજે વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 954 કેસ નોંધાયા છે અને 2 લોકોના મૃત્યુ પામ્યા છે.નવા 954 કેસ નોંધાવાની સાથે જ ગુજરાતમાં કોરોના કેસનો આંકડો 3 લાખની નજીક પહોંચવા આવી ગયો છે.
