ગુજરાત શિક્ષણ બોર્ડની પરીક્ષા ચાલે છે. ત્યારે આજે ધોરણ 10માં હિન્દીનું પેપર હતું. આ પેપરમાં પૂછાયેલા સવાલના જવાબ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતાં. પેપરમાં પુછાયેલા સવાલના જવાબો વાયરલ થયાં હતાં.આજે હિન્દી પેપરના જવાબ લીક થયા છે જે વાતની ખબર શિક્ષણ વિભાગને પડતા શિક્ષણ બોર્ડ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
જે પેપર ફેસબુકના જે પેજ પર વાયરલ થયું છે. ફેસબુક પર આપના અડ્ડા નામના પેજ પર આ પેપરના જવાબના ફોટા વાયરલ થયાં છે.આ પેપરમાં પુછાયેલા સવાલ જ હતાં કે નહીં તે અંગે શિક્ષણ સચિવ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. હજી સુધી સાબિત નથી થયું કે આજના પેપરના જ જવાબ લીક થયાં છે.
ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ ડી.એસ. પટેલે કહ્યુ કે પેપરમાં ગેરીરીતિ થઈ છે જેથી અમે કાયદેસરની કાર્યવાહી કરીશું.જે સેન્ટર કે જે માધ્યમથી પેપર લીક થયું છે તે તમામ પુરાવા સાથે ફરિયાદ કરીશું.