પાકિસ્તાનમાં સત્તાપલટો બાદ હવે ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) હવે દેશની તમામ વિધાનસભાઓમાંથી રાજીનામું આપશે. પીટીઆઈના વરિષ્ઠ નેતા ફવાદ ચૌધરીએ આ નિર્ણયની માહિતી આપી છે. તેમણે કહ્યું કે અમે આગામી કેટલાક મહિનામાં નવી ચૂંટણીઓ તરફ આગળ વધીશું.
પાકિસ્તાનમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સંસદમાં લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર થયેલા વોટિંગમાં ઈમરાન ખાન વિરુદ્ધ 174 વોટ પડ્યા અને ઈમરાન ખાનની સરકાર પડી ગઈ. મતદાન પહેલાં, તેમના નજીકના સાથીઓ અને જોડાણમાં સામેલ ઘટકો ધીમે ધીમે તેમને છોડી ગયા. આ દરમિયાન બ્રિટિશ ફાઇનાન્સર અને પર્યાવરણવાદી બેન ગોલ્ડસ્મિથ તેમના સમર્થનમાં સામે આવ્યા છે.