ઓવરફ્લો સપાટીથી 5.94મીટર દૂર સપાટી 132.74મીટરે પહોંચી
ભારે વરસાદની આવકને પગલે નર્મદા ડેમની સપાટીમાં દર કલાકે 5સેમી નો વધારો
રાજપીપલા, તા 11
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં ફરી એકવાર પાણીની આવક વધવા પામી છે.મધ્યપ્રદેશના ઉપરવાસમાં
મધ્યપ્રદેશના ઉપરવાસમાં
ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમોના પાવર સ્ટેશનચાલુ કરાતા આ પાવર હાઉસમાંથી જળરાશિ ડિસ્ચાર્જ કરાતા તથા
ભારે વરસાદની આવકને પગલે નર્મદા ડેમની સપાટીમાં દર કલાકે 5સેમી નો વધારો થઈ રહ્યો છે. હાલ ડેમની સપાટી
સપાટી 132.74મીટરે પહોંચીછે. જે ઓવરફ્લો સપાટીથી 5.94 મીટર દૂર રહી ગઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદાડેમની મહત્તમ સપાટી
૧૩૮.૬૮ મીટર છેજો સતત વરસાદની આવક ચાલુ રહે તો ચાલુ વર્ષે ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થઈ શકે તેમ છે.

સરદાર સરોવર જળાશયની સપાટી ૧૩૨.૬૦ મી. કરતાં વધુ થતા જળાશય નો કુલ ગ્રોસ સ્ટોરેજ ૮૦% થવાથીડેમને એલર્ટ સ્ટેજ પર મુકાયો છે ડેમ ભરવાને હજી 20%જ બાકી છે.
હાલ ગ્રોસ સ્ટોરેજ ૭૫૬૮ ( દસ લાખ ધન મીટર)માં છે.
હાલના ફલડ ફોરકાસ્ટ મુજબ RBPHમાંથી નદીમાં છોડાતાં પાણીનો જથ્થો પ્રતિ સેકંડ ૪૪૭૦૯ ઘનફૂટ છે.ઉપરવાસ બંધોમાંથી છોડાતા પાણી અને જળાશયના સ્ત્રાવ ક્ષેત્રમાં વરસાદના કારણે હાલ બંધમાં પાણીનોજથ્થો વધી રહેલ હોવાનો રિપોર્ટ કરાયો છે
જો ડેમ ભરાય તો 17 સપ્ટેમ્બર ના રોજ પીએમ નરેન્દ્ર મોદીનો જન્મદિવસ આવે છે. આ શુભ દિવસેપીએમ નરેન્દ્ર મોદી દ્વારા
નર્મદાના વધામણાં કરાય તેવી શક્યતા છે. જેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.