અમદાવાદના મણિનગર ખાતે આવેલી અને શિક્ષણને ધંધો બનાવી દેવા મામલે ગાજેલી વેદાંત સ્કૂલ અને ટ્રસ્ટની કોલેજોમાં પણ ઉઘરાણીની ચર્ચાની વાતો એ શિક્ષણધામમાં ચાલતા ભ્રષ્ટાચારની પોલ ખોલી દીધી છે અને આવા બેનંબરી કાળાનાણા અંગેની તપાસ તરફ સબંધિત વિભાગના રડારમાં આવી ગયા છે.
બીજી તરફ આ શૈક્ષણિક સંસ્થામાં ડોનેશન આપવા મજબુર બનેલા કેટલાક વાલીઓએ સત્યડેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે તો આવા વાલીઓ કે અન્યોને સત્યડે જાહેરમાં અપીલ કરે છે કે આ સંસ્થામાં આ રીતે કોઈ ભોગ બન્યા હોયતો સંપર્ક કરી શકે છે અને તેઓના અવાજ ને વાચા આપવામાં આવશે.
અમદાવાદ શહેરમાં મણિનગર સ્થિત વેદાંત સ્કૂલમાં મનફાવે તે રીતે ગેરકાયદે ડોનેશન ઉઘરાવાતું હોવા અંગેની ફરિયાદ મળતા સત્ય ડે ની ટીમે સ્ટિંગ ઓપરેશન હાથ ધરતા રશીદ વગર ગેરકાયદેસર રીતે 40,000 હજારનું ડોનેશન ઉઘરાવવામાં આવી રહ્યુ હોવાની વાસ્તવિકતા બહાર આવી હતી,સ્કૂલના ટ્રસ્ટીઓ ધારિણી શુક્લા અને અનિલ શુકલા ની કોલેજ ડી.એ. ડિપ્લોમા અને એન્જીનયરિંગ કોલેજ માં પણ આવી વાતો ચર્ચામાં હોવાનું જાણવા મળ્યું અને ડી.એ.ડિપ્લોમા કોલેજ માં એક વર્ષ અગાઉ શિષ્ય વૃત્તિ નું કૌભાંડ ની વાતો ફરી ચર્ચામાં આવી ગઇ ત્યારે પણ જ્યોતિ શુકલા અને અનિલ શુકલા બાદ હવે તેમના પુત્ર મલ્હાર શુકલાની ગતિવિધિઓ સામે સવાલો ઉઠી રહયા છે.
કારણકે ગેરકાયદે રીતે ઉઘરાવવામાં આવેલું બે નંબર નું કાળું નાણું મલ્હાર શુકલાએ વિદેશમાં રોકાણ કર્યાની વાતો હવે ભારે ચર્ચામાં આવી છે.અમદાવાદની બેનંબરની મોટીઆવકનો હિસ્સો મલ્હાર શુકલાએ કેલિફોર્નિયામાં હોટલ વ્યવસાયમાં કર્યું છે કે કેમ ?તે વાત હવે તપાસનો વિષય બની છે.
આમ વેદાંતસ્કૂલ ડોનેશન પ્રકરણ નો રેલો હવે ક્યાં ક્યાં પહોંચે છે તેતો સમયજ બતાવશે.
સાથેજ,જનતા સાથે દ્રોહ કરી ગેરકાયદે નાણા કમાવાના આ ધંધામાં તેઓને રાજકીય સપોર્ટ હોવાની વાતો પણ ચર્ચાઈ રહી છે અને લોકશાહીમાં પ્રજાના પ્રતિનિધિઓ બની ગેરકાયદે ધંધા કરનારાઓ ને સપોર્ટ કરનારાઓ કહેવાતા અગ્રણીઓ નું ઇન્વેસ્ટિગેશન કરવા સત્યડે ની ટીમ કામે લાગી છે અને પુરાવા મળતા જ પ્રજા સાથે દ્રોહ કરનાર સફેદપોશ ચહેરાઓ ને બેનકાબ કરવામાં આવશે.