ભારતમાં કોરોના વાયરસ નો હાઉ ઉભો કરી ફરતા થયેલા એક ફેક ન્યૂઝ ને પીટીઆઇ એ નકારી કાઢી મીડિયા માં વાયરલ થયેલા સમાચાર માત્ર અફવા અને ફેક ન્યૂઝ હોવાનું સત્તાવાર નિવેદન આપ્યું છે દેશમાં કોરોના વાઈરસ ના કેસો ની સંખ્યા શુક્રવારે 81 થઈ છે. જેને પગલે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સંક્રમણની શકયતાને ધ્યાનમાં રાખીને 11રાજ્યો ઉતરાખંડ, ઓડિશા, દિલ્હી, હરિયાણા, ઉતર પ્રદેશ, બિહાર, મણિપુર, મહારાષ્ટ્ર, પંજાબ અને છત્તીગઢમાં સ્કૂલો-કોલેજો બંધ કરવાની એડવાઈઝરી બહારપાડવામાં આવી છે. જો કે આ અહેવાલ પહેલા આ રાજ્યોમાં ગુજરાત પણ સામેલ હોવાની એક ફેક એડવાઈઝરી વાઈરલ થઈ હતી. ત્યાર બાદ અનેક મીડિયાએઆ સમાચાર બ્રેકિંગ ન્યૂઝ સ્વરૂપે આ ફેક ન્યૂઝ ચલાવ્યા હતા,આ ફેક એડવાઈઝરી વાઈરલ થયા બાદ રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવીએ પણ આ વાતનું ખંડન કરી જણાવ્યું હતું કે, આ એડવાઈઝરીમાં ગુજરાતનું નામ સામેલ નથી.
આ

