- ગાંધીનગરઃ ઇલેક્શન કમિશને આદેશ આપ્યો છે કે હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ 14 ડિસેમ્બરની સાંજ સુધી સાર્વજનિક કરી શકાશે નહી. હિમાચલ પ્રદેશમાં એક તબક્કામાં 9 નવેમ્બરે મતદાન થવાનું છે. તો બીજી તરફ ગુજરાતમાં 9 અને 14 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થવાનું છે. હિમાચલ પ્રદેશ ચૂંટણીના એક્ઝિટ પોલ ગુજરાત ચૂંટણીના બન્ને તબક્કાના મતદાન પૂર્ણ થયા બાદ જ જાહેર કરી શકાશે. ઇલેક્શન કમિશને કહ્યું છે કે ચૂંટણીના દિવસથી 48 કલાક પહેલા કોઇપણ પ્રકારના ઓપિનિયન પોલ કે પછી ચૂંટણી સર્વેક્ષણ સહિત કોઇપણ પ્રકારના ચૂંટણી મુદ્દાઓને દેખાડવા પર પ્રતિબંધ છે
- વડોદરાના મંગલેશ્વરમાં ભાજપના રાષ્ટ્રીય SC મોરચાના અધ્યક્ષ વિનોદ સોનાકારનો સ્થાનિક લોકો દ્વારા ઘેરાવ કરવામાં આવ્યો છે.ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાન દરમિયાન ઘેરાવ કરાયો હતો.ઘેરાવ બાદ સ્થાનિકો દ્વારા પડતર પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. ધારાસભ્ય મનીષાબેન વકીલની હાજરીમાં ઘેરાવ કરાયો હતો.
- નવી દિલ્હીઃ દિલ્હી-NCRમાં ઝેરીલા સ્મોગના કારણે જનજીવન પર અસર થઇ રહી છે. ત્યારે કેજરીવાલ સરકારે ધોરણ 5 સુધી ભણતા બાળકોની શાળાને બંધ રાખવાનો આદેશ આપ્યો છે. દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જણાવ્યું કે જરૂર હશે તો શાળામાં વધુ રજા રાખવામાં આવશે. સાથે જ શાળામાં એસેંબલી સહિત આઉટડોર એક્ટિવિટિઝને હાલ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. દિલ્હી હાઇકોર્ટે જણાવ્યું છે કે ખેતરોમાં પરાલી બાળવાથી વધારે કંસ્ટ્રક્શન સાઇટથી પ્રદૂષણ વધારે વધી રહ્યું છે. NGTએ કહ્યું છે કે દિલ્હીમાં ઇમરજન્સી જેવી સ્થિતિ સર્જાઇ છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.