- અમદાવાદ: AMCની CNCD ટીમ પર થયો હુમલો, સરદારનગરમાં ઢોર પકડતી ટીમ પર માલધારીઓનો હુમલો, હાંસોલ પોલીસ ચોકી નજીક કર્યો પથરમારો, હુમલામાં ઢોર પાર્ટીના પોલીસ ઇન્સ્પેકટર કે.વી.દવેરા થયા ઇજાગ્રસ્ત, હાથમાં ઇજા થતાં વી.એસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
- ભાવનગર બેઠક પરથી પુરૂષોતમ સોલંકી પોતે ચૂંટણી લડશે તે અંગે તેમણે પોતે જ ખુલાસો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી અફવાહો ઉડી રહી છે કે ભાવનગરમાં ભાજપ તરફથી મંત્રી પુરૂષોતમ સોલંકીનો પુત્ર ચૂંટણી લડશે. આ મામલે પુરૂષોતમ સોલંકીએ જણાવ્યુ કે, આગામી વિધાનસભાની ચૂંટણી હું જ લડવાનો છુ મારા પુત્રના નામે અફવાઓ ચાલી રહી છે. ત્યાર બાદ તેમણે કહ્યુ કે, કોંગ્રેસમાંથી ભાજપમાં રાજુ સોલંકી જોડાવવાથી મને કોઈ ફર્ક પડતો નથી. ચૂંટણી મામલે પુરૂષોતમ સોલંકીનુ નિવેદન”આગામી ચૂંટણી હું જ લડીશ””બીજી પાર્ટીમાંથી કોઈ આવે તો મને ફર્ક પડતો નથી”
- વાંસદા તાલુકાના ભૂકંપગ્રસ્ત ગામોની ગાંધીનગરના સાયન્ટિસ્ટ આઇ.એસ. આર. ટીમ મુલાકાત લઈ લોકોને સમજણ આપી ભયમુક્ત રહેવા જણાવ્યું.
- સુરતના વરાછા વિસ્તારમાં 25 કરોડનું ઉઠમણું કરનારા હીરા વેપારી અલ્પેશ માવાણીની પોલીસે ધરપકડ કરી
- પાટણ : GST અને રાહુલ ગાંધીની સુરત મુલાકાત મામલે નિતિન પટેલનું નિવેદન. 10 નવેમ્બરે GSTના કાયદામાં થશે મોટા ફેરફાર,વેપારીઓને મળશે મોટી રાહત, રાહુલ ગાંધી ગુજરાતમાં ચુંટણી છે એટલે આવે છે અને વેપારીઓને મળી રહ્યા છે. GST અન્ય રાજ્યોમાં પણ અમલમાં છે. રાહુલ ગાંધીએ અન્ય રાજ્યોના વેપારીઓને મળવું જોઈએ
- અમદાવાદ : મનમોહનસિંહ મામલે CMની પ્રતિક્રિયા, UPA સરકારમાં તેમણે કોઈ કામ કર્યા નથી, મનમોહનસિંહે નર્મદા મુદ્દે કરેલી વાત સાવ ખોટી, તત્કાલિન CM નરેન્દ્ર મોદીએ કરેલા તમામ કન્વર્ઝેશન મુદ્દે વિજય રૂપાણીએ આપ્યા પુરાવા


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.