- ગાંધીનગર રાજ્યના 6 જિલ્લાઓમાં 2,04,934 બેરોજગાર હોવાનો ખુલાસો, પ્રશ્નોત્તરીમાં બહાર આવ્યા આંકડા
અમદાવાદમાં સૌથી વધુ બેરોજગાર નોંધાયા, અમદાવાદ: 62,608, સુરત: 40,926, વડોદરા: 37,937, ગાંધીનગર: 27,872, જૂનાગઢ: 18,853, સાબરકાંઠા: 15,733 - ભાવનગર સર ટી હોસ્પિટલમાં બ્લડની ઊણપ, સર ટી હોસ્પિટલની બ્લડ બેન્કમાં ન રહ્યું લોહી, ઊણપ સર્જાતાં ધારાસભ્ય, BJP કાર્યકરોએ આપ્યું લોહી, પાલિતાણાના MLA દ્વારા પણ લોહી આપવામાં આવ્યું
- અમદાવાદ નોટબંધી વખતે સુરત પીપલ્સ Co-op બેંકમાં કરેલી છેતરપીંડીનો મામલો, જીગ્નેશ ભજીયાવાળા સામે CBIએ નોંધેલી ફરિયાદને રદ્દ કરવા HCનો ઇન્કાર, જીગ્નેશ ભજીયાવાલાએ ફરિયાદ રદ કરાવવા માટે HCમાં કરી હતી અરજી, છેતરપીંડીનો ગુનો નહિ બનતો હોવાની કરી હતી રજૂઆત, CBIએ અરજીનો કર્યો હતો વિરોધ.
- પોરબંદર ગોસાબારા RDX લેન્ડિંગ કેસ; કુખ્યાત મમુમિયા પંજુમિયાના ભાઈ દાદલીમિયાના જામીન મંજુર, દાદલિમિયાને જામનગર અને પોરબંદર કોર્ટે આપ્યા જામીન, જામનગર કોર્ટે રૂપિયા 25000 અને પોરબંદર કોર્ટે 50000ના જમીન કર્યા મંજુર, દાદલિમિયા હાલ જામનગર જેલમાં છે
- વડોદરા પ્રધાનમંત્રી આવાસની સાઇટ પર લાભાર્થીઓના હોબળાનો મામલો, પથ્થરમારો અને તોડફોડ કરનારા લાભાર્થીઓ સામે નોંધાયો ગુનો, વારશિયા પોલીસે 15 લોકોના ટોળા સામે રાયોટિગનો ગુનો દાખલ કર્યો.
- ઉપલેટા નજીકના ભોલગામડા ગામે જુગાર રમતા શખ્સોની ધરપકડ, * ઉપલેટાથી ૧૦ કિ.મી દુર આવેલા ભોલગામડા ગામે પોલીસ જમાદાર મનીષભાઈ પરમાર પેટ્રોલિંગમા હતા ત્યારે જાહેરમાં જુગાર રમતા ધરપકડ કરાઈ. કાસમ ભાણા મેણીયા (કોળી), રતિલાલ રામજી ભૂંડકા (પટેલ) નામના શખ્સોની કરાઈ ધરપકડ. જાહેરમાં જુગાર રમતા આ બંને શખ્સોને રૂ.૧૩૯૦/- ની સાથે પકડી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.
- દાહોદ સરકારી હોસ્પિટલ ખાતે આદીવાસી સમાજ દ્વારા શ્રધ્ધાંજલી રાખવામાં આવી, છેલ્લા મહિનામાં હોસ્પિટલ ખાતે મૃત્યુ પામેલાઓને શ્રધ્ધાંજલી આપવા બેસણું રખાયું, પોલીસે હોસ્પિટલ ખાતે પોલીસ કાફલો ખડકી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો, બેસણામાં આવેલા 5 થી 7 લોકોની પોલીસે અટકાયત કરી
- અમદાવાદ દારૂ સાથે ઝડપાયા પોલીસ કર્મચારીઓ, હેડ ક્વાર્ટરના પોલીસ કર્મચારીઓ ઝડપાયા દારૂ સાથે
ચેન્નઈથી આવી રહ્યા હતા પોલીસ કર્મચારીઓ, એક્સપ્રેસ હાઈવે પર જ પોલીસે ઝડપી પાડ્યા, 10 પોલીસ કર્મચારીઓ હતા પોલીસ વાહનમાં, પોલીસ કર્મચારીના થેલામાંથી મળી આવી દારૂની બોટલો, ખુદ પોલીસ કમિશ્નરે સ્થાનિક પોલીસને આપી જાણકારી, પોલીસ કમિશ્નરના આદેશથી તમામ પોલીસ કર્મીઓને ઝડપ્યા, એસીપી આઈ-ડિવીઝને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી, તમામના વિરુદ્ધ કરાશે ખાતાકીય તપાસ


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.