- બોટાદ પોલીસ કોન્સ્ટેબલ ૧ હજારની લાંચ લેતા ઝડપાયો, હિમતભાઈ મોરી છે પોલીસ કોન્સ્ટેબલ, બાઈકનો અભિપ્રાય આપવાના મામલે ૧ હજાર રૂપિયા માગ્યા હતા
- અમદાવાદના સી ટી એમ ઓવરબિજ નીચે શાકભાજીનું વેચાણ કરતી યુવતી ઓ પર કાર ચાલકે કાબુ ગુમાવતા કાર ચડાવી દીધી કારની અડફેટે ત્રણ યુવતી આવી જતા ત્રણેયને સારવાર માટે ૧૦૮થી એલ જી ખસેડાયી
- મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી 15 માર્ચે ગુજરાત કેન્સર સોસાયટી સંચાલિત મેડિકલ કોલેજ ની બીજી બેચ 2012 ના 150 વિદ્યાર્થીઓને એમ.બી.બી.એસ ગ્રેજ્યુએશન સેરીમની અનવયે પ્રમાણપત્રો એનાયત કરશે.આ કોલેજ અને હોસ્પિટલ તેમજ રિસર્ચ સેન્ટર માટે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ 2009 માં નરોડા ખાતે 25 એકર જમીન ફાળવી હતી. તેમણે 2011 માં જી.સી એસ ના આ સંકુલ નો લોકાર્પણ કર્યો હતો.ગુરુવારે સાંજે 5 વાગ્યે આ ગ્રેજ્યુએશન સેરીમની અમદાવાદના શાહીબાગ માં સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ મેમોરિયલ કોમ્યુનિટી હોલ ખાતે યોજાશે.
- મોરબી વાંકાનેરના જોધપર ગામ પાસે ટ્રકની અડફેટે આવતા બે મહિલા પદયાત્રીના મોત, કચ્છથી ચોટીલા ચાલીને જતા સંઘને નડ્યો અકસ્માત, ભુજના જવાહર નગરથી ચોટીલા જવા માટે નિકળ્યો હતો આઠ વ્યક્તિઓનો સંઘ
- અંબાજી બંધનો મામલો, આજે બીજા દિવસે પણ અંબાજી બંધ રહેશે, જ્યાં સુધી હોસ્પિટલમાં સુવિધાઓ ઊભી નહીં કરવામાં આવે ત્યાં સુધી અંબાજી બંધ રહેશે, અચોક્કસ મુદ્દત સુધી અંબાજી બંધ રાખવાની ચીમકી, હિત રક્ષક સમિતિ દ્વારા આપવામાં આવ્યું બીજા દિવસે બંધનું એલાન
- આજથી રાજ્યના ખેડૂતોને નર્મદા ડેમનું પાણી નહીં મળે, 15 માર્ચ બાદ નર્મદામાંથી પાણી નહીં આપવાનો લેવાયો નિર્ણય, આજથી કેનાલમાં પાણી આપવાનું થશે બંધ, હવે ચોમાસા સુધી ડેમના પાણીનો ઉપયોગ પીવાના પાણી માટે કરાશે
- વડોદરા કાર અને સ્કુલ વાન વચ્ચે અકસ્માત, કાર માલિક મહિલા હોવાનું આવ્યું સામે, મહિલા કાર માલિક કાર મુકી ફરાર, અકસ્માતમાં 5 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત, ગોત્રી પોલીસ પહોંચી ઘટનાસ્થળે, વાલીઓમાં મહિલા કાર માલિક સામે ભારે રોષ
- બોર્ડની તમામ શાળાઓના ધોરણ 3 થી 8માં ગુજરાતી ફરજિયાત, શિક્ષણમંત્રીની જાહેરાત, નવા શૈક્ષણિક વર્ષથી કડક અમલ
- સુરતની ગ્લોસ્ટાર કંપનીના કર્મચારી પાસેથી 15થી 20 કરોડના હીરા ભરેલી બેગ લઈ લૂંટારુ ફરાર
લૂંટારું CCTVમાં કેદ - દાહોદમાં ધોરણ 10નું પેપર સોશિયલ મીડિયામાં વાયરલ, સોમવારે પેપર થયું હતું લીક, જિલ્લા શિક્ષણાધિકારીએ શરૂ કરી તપાસ
- ગુજરાતની રાજ્યસભાની 4 સીટની ચૂંટણી માટે આજે સ્પષ્ટ થશે ચિત્ર, 3 વાગ્યા સુધીમાં પરત ખેંચાશે ઉમેદવારીપત્ર, ભાજપના 1 અને અપક્ષના 1 ઉમેદવાર પર સૌની નજર


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.