- અમદાવાદ નારોલ ગામ પાસે હિટ એન્ડ રનમાં ચાર વર્ષના બાળકનું મોત, પેડલ સાયકલમાંથી બાળક પડી જતા કાર ચાલક બાળકને કચડી ફરાર, શ્રમજીવી પરિવારના બાળક હોવાનું સામે આવ્યું, નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ
- જામનગર LCBએ 24 બાઇક ચોરીનો ઉકેલ્યો ભેદ, 14 બાઇક સાથે એક આરોપીને ઝડપી પાડયો, છેલ્લા બે વર્ષથી જામનગર-રાજકોટ પંથકમાં બાઇક ચોરી કરતો હતો આરોપી
- બનાસકાંઠા થરાદ કેનાલમાં માતાએ બે પુત્રી સાથે ઝપલાવ્યું, એક બાળકીની લાશ મળી આવી, એક પુત્રી અને માતાની શોધખોળ ચાલુ, સ્થાનિક તરવૈયાઓ દ્વારા માતા પુત્રીની શોધખોળ
- વડોદરા વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્ત વિરુદ્ધ ભાજપના કાર્યકરોનું આવેદન, વિપક્ષી નેતા કૌભાંડી હોવાનો આરોપ
વિપક્ષી નેતાએ 200 કરોડનું કૌભાંડ કર્યું હોવાના આરોપ સર જિલ્લા કલેકટરને 100 થી વધુ ભાજપના કાર્યકરોએ કલેકટરને આવેદન આપવા પહોંચ્યા. - અમદાવાદ દલિત – મુસ્લિમ સંમેલન સામે હાઇકોર્ટમાં થઈ અરજી, શાહપુરમાં આવતીકાલે યોજનાર છે આ સંમેલન
હાઇકોર્ટે રાજ્ય સરકાર પાસે માંગ્યો જવાબ, આ સંમેલનને મજૂરી આપી છે કે નહીં અને જો આપી હોય તો કયા કારણોસર આપી છે, કાયદો અને વ્યવસ્થા જાળવવા શુ પગલાં લીધા છે તે જણાવો - અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ પડતર પ્રશ્નના કારણે હડતાળ પર ઉતર્યા, 15,16,17 તારીખના રોજ કરશે ઉપવાસ.
- અમરેલી સોનારીયામાં યુવતીની હત્યાનો મામલો, હત્યાના 24 કલાક બાદ મૃતકના પતિ અને પરિવાર દ્વારા લાશ સ્વીકારવાનો ઇન્કાર, યુવતીની હત્યા પ્રેમ લગ્ન પ્રકરણે થઈ હતી.
- દિલ્હીમાં CBSE ધોરણ 12નું પેપર લીક, એકાઉન્ટનુ પેપર થયુ સોશિયલ મીડિયા પર વાયરલ
પેપરનો બીજો સેટ લીક થયો - મહેસાણા ધરોઈ ડેમમાં 6 વર્ષમાં સૌથી નીચી સપાટી, ડેમમાં જળ સ્તર 28 ટકા કરતા પણ ઓછું, સિંચાઈ માટે અપાતું પાણી આજથી બંધ કરાશે, ખેડૂતોએ હવે પોતાના સોર્સથી જ કરવી પડશે સિંચાઈ, પીવાના પાણીની સમસ્યા ઊભી ન થાય તે માટે સિંચાઈ માટે અપાતું પાણી કરાયું બંધ
- અમદાવાદ કોંગ્રેસની રાષ્ટ્રીય કારોબારીમાં ગુજરાતના 68 નેતાઓનો સમાવેશ.અલ્પેશ ઠાકોરનો કારોબારીમાં કરાયો સમાવેશ, નવા ચૂંટાયેલા ધારાસભ્યનો પણ કરાયો સમાવેશ. અલ્પેશ ઠાકોરને હાઇ કમાન્ડ આપી શકે છે મોટી જવાબદારી. અન્ય રાજ્યના સહપ્રભારી તરીકે થઇ શકે છે પસંદગી
- મહેસાણા બહુચરાજીના રણેલા ગામ નજીક IOCની પાઇપ લાઈનમાં ઓઇલ ચોરીનું કૌભાંડ પકડાયું
પોલીસે રેડ દરમિયાન 4 ઈસમોને ચોરી કરવાના સાધનો સહિત કુલ રૂ.44,710ના મુદ્દામાલ સાથે ઝડપી પડ્યા, જ્યારે 7 ઈસમો થયા ફરાર, કુલ 11 ઈસમો સામે રાષ્ટ્રીય સંપત્તિની ચોરી કરવાનો ગુનો દાખલ કરાયો


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.