- વડોદરા શહેરના જવાહરનગર પોલીસ મથકમા અટક કરાયેલ આરોપીનું પોલીસ કસ્ટડીમાં મોત, ગત રાત્રીએ વધુ દારૂ પીધો હોવાથી આરોપીની કરી હતી અટકાયત, અટકાયત બાદ આરોપીને શારીરિક તપાસ માટે સરકારી દવાખાને લઈ જતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો.
- ગાંધીનગર મુખ્યપ્રધાનનું નિવેદન, ગૃહની ગરિમા જળવાય તે રીતે કોંગ્રેસના ધારાસભ્યો નિર્ણય લેશે તેવી આશા.
કામકાજ સલાહકાર સમિતીની બેઠકમાં અવિશ્વાસના પ્રસ્તાવ અંગે નિર્ણય કરાશે - અમદાવાદ ફી મામલે એશિયા સ્કૂલમાં વાલીઓનો હોબાળો, સ્કૂલ દ્વારા રિપોર્ટ કાર્ડ ન આપતા વાલીઓમાં રોષ
ફી નહિ ભરનાર વિદ્યાર્થીઓના રીપોર્ટ કાર્ડ સ્કૂલ દ્વારા અટકાવ્યા, 2017-18ની પુરી ફી ભર્યા બાદ જ રિપોર્ટ કાર્ડ આપવામાં આવશે - નવસારી ગઈકાલે નવસારી રેલ્વે સ્ટેશનના મહિલા શૌચાલય માંથી બાળકીનો મૃતદેહ નળવાનો મામલો:
મુંબઈના નાલાસોપારાથી કિડનેપ થયેલી બાળકીનો મૃતદેહ, નાલાસોપારાથી એક મહિલાએ બાળકીને કિડનેપ કરી હતી. - ગાંધીનગર કેન્દ્રીય અનામત પોલીસ દલ સી.આર.પી.એફ ના 382 નવ પ્રશિક્ષિત કોન્સટેબલ ની પાસીંગ આઉટ પરેડ અને શપથમાં સીએમ વિજય રૂપાણી હાજર. એ.ટી.સી ગ્રુપ સેન્ટર સી.આર. પી.એફ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ વિશેષ ઉપસ્થિત રહી પરેડની સલામી ઝીલી.
- વડોદરા નવીન કોર્ટ બિલ્ડીંગ ખાતે આજથી વકીલોએ શરૂ કરી રાબેતા મુજબ કામગીરી, બેઠક વ્યવસ્થા માટે રચેલ કમિટી જે નક્કી કરશે તે મુજબ વકીલો બેઠક વ્યવસ્થામાં જોડાશે, આજે વકીલોએ જમીન પર શેતરંજી પાથરીને પોતાની કામગીરીની કરી શરૂઆત
- રાજકોટ ગોંડલમાં IFS અધિકારીઓને માર મારવાનો મામલો, પોલીસ દ્વારા આરોપીને પકડી પાડવા 15 જેટલા સ્થળો પર દરોડા કરવામાં આવ્યા, પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ સહિત અન્ય આરોપીને પકડી પાડવા પોલીસે તપાસ હાથ ધરી
- સુરત સરથાણામાં વિદ્યાર્થીનો આપઘાત, બે વિષયમાં એટીકેટી આવતા આપઘાત કર્યો, કલા કુંજ સોસાયટી પાસે ઝેરી દવા પી આપઘાત કર્યો, સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મોત નીપજ્યું, યુવાન બી.કોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો
- અમદાવાદ નરોડા-દહેગામ રોડ પર ગાડી ચલાવવા બાબતે બે પક્ષ વચ્ચે મારામારી, કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પોલીસ કર્મીના પુત્ર અને મિત્રોએ માર માર્યાનો આરોપ, બંને પક્ષે સામસામે નોંધવાઈ ફરિયાદ
- આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી, રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે, હવામાન વિભાગ દ્વારા હીટવેવ અંગે આગાહી કરાઈ, કાળઝાળ ઉનાળાની પહેલી દસ્તક, આ ૪૮ કલાક હશે ધગધગતા!
આ સિઝનમાં રહેજો સાવધાન - કોંગ્રેસ ધારાસભ્યોના સસ્પેન્શનનો મામલો, વિપક્ષ રાજ્યપાલની લેશે મુલાકાત, સાંજે 5:30 વાગ્યે પરેશ ધાનાણીની અધ્યક્ષતામાં રાજ્યપાલને આવેદન અપાશે, સસ્પેન્શન પાછું ખેંચવાની કરાશે માગ


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.