- અમદાવાદ વ્હીકલ વોશિંગ સેન્ટર સામે કાર્યવાહીનો મામલો. AMCની રહેમ નજર હેઠળ અનેક સર્વિસ સેન્ટર કાર્યરત, તંત્રના કોઇપણ ડર વગર ધોવાઇ રહ્યા છે વાહનો.પાણી બચાવવાની એએમસી શાષકોની વાત સાબિત થઇ પોકળ, લાખ્ખો લીટર પાણીનો સરેઆમ થઇ રહ્યો છે બગાડ, કાર્યવાહીના નામે ફક્ત 240 સેન્ટરના નળ કનેક્શન કપાયા, કડક કાર્યવાહી કરવાના AMCના સ્ટે.ચેરમેનના ખોખલા દાવા, AMCના તમામ છ ઝોનમાં ધમધમી રહ્યા છે સેંકડો સર્વિસ સેન્ટર
- અમદાવાદ વસ્ત્રાલમાં સામે આવેલા રોડ કૌભાંડનો મામલો. AMC પૂર્વ ઝોન એડિશનલ સિટી ઈજનેરે તૈયાર કર્યો રિપોર્ટ, ઝોનના ડેપ્યુટી કમિશ્નર મારફતે મ્યુનિ. કમિશનર સમક્ષ મુકવામાં આવ્યો રિપોર્ટ, રોડ કામગીરીના સુપરવિઝન સાથે સંકળાયેલા ઇજનેરી કર્મચારીઓ સામે લેવાઈ શકે છે કડક પગલાં, એક ટેક્નિકલ સુપરવાઇસર, એક આસિસ્ટન્ટ ઈજનેર અને એક આસિસ્ટન્ટ સિટી ઇજનેરના રિપોર્ટમાં માં નામ, ત્રણેયની પ્રાથમિક બેદરકારી જણાતા રિપોર્ટમાં વિજિલન્સ તપાસની કરવામાં આવી દરખાસ્ત, વિજિલન્સ તપાસ અંગે મ્યુનિ. કમિશનર મુકેશ કુમાર કરશે આખરી નિર્ણય
- ગોંડલમાં પિતાએ તેમના બે પુત્રને ઝેરી દવા પીવડાવી પોતે પણ આત્મહત્યાની કરી કોસીસ, રાજકોટના ગોંડલ તાલુકાના દાળિયા ગામે છુટક મજૂરીકામ કરતા યુવાને અગમ્ય કારણોસર પોતે અને તેમના બને પુત્રો સાથે દવા પી લેતા પ્રાથમિક સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા.ત્રણેયની હાલત નાજુક
- ભરૂચ કલેકટરે આપી બાંહેધરી, ઝંગાર ગામે પાણીના બગાડ બાબતે કેલક્ટરે જાહેર કર્યો પરિપત્ર, દરેક પંચાયતે હવેથી પાણીના બગાડ બાબતે લેવા પડશે પગલાં
- વડોદરા એમ એસ યુનિ.ની સેનેટની બેઠક બની તોફાની, બેઠકમાં સેનેટ સભ્યોએ કર્યો ભારે હોબાળો, વાઈસ ચાન્સેલર અને સેનેટ સભ્ય વચ્ચે થઈ ઉગ્ર બોલાચાલી, વિપક્ષી સેનેટ સભ્યોએ કર્યો હંગામો, સેનેટની બેઠકમાં આખા વર્ષનું બજેટ થાય છે રજુ, સેનેટની બેઠકના પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
- અમદાવાદ ગુજરાત યુનિ.ની સેનેટની ચૂં
- સુરેન્દ્રનગરથી પીર ભડીયાદ દરગાહે પગપાળા જતા સંઘમાં લુ લાગવાથી મહીલાનુ નિપજયુ મોત.
- અમરેલી બગસરા નગરપાલિકામાં મળેલ બજેટ અંગેની જનરલ મીટીંગમાં પડી ટાઈ, કોગ્રેસ ભાજપનાં બને સદસ્યો દ્વારા 14 મત પડયા, પ્રમુખના કાસ્ટીંગ વોટથી મંજૂર થયુ બજેટ, 28 સદસ્યોમાંથી 14 ભાજપ અને 13 કોંગ્રેસ 1 અપક્ષ છે
- મહીસાગર જીલ્લાના ગુજરાત ગ્રામીણ બેન્કના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા, બેંક કર્મચારીઓ ત્રણ દિવસ બેંકના કામકાજથી અળગા રહશે, પેંશન,પગાર ધોરણ, નિવૃત કર્મચારીના પ્રશ્નોને લઈને ઉતર્યા હડતાલ પર.
- ગાંધીનગર વિધાનસભાના અધ્યક્ષનો અવિશ્વાસની દરખાસ્તનો મામલો, મડાગાંઠ ઉકેલવા માટે આવતી કાલે થઈ શકે છે બેઠક : CMનુ નિવેદન
- અમદાવાદ હવામાન વિભાગની આગાહી,5 સ્થળોએ રહેશે વધારે ગરમી,જૂનાગઢ દીવ પોરબંદર દ્વારકા રાજકોટમાં હિટ વેવ રહેશે, અમદાવાદ નું તાપમાન 40 ડિગ્રી કરતા વધવાની સંભાવના
- અમદાવાદ વસ્ત્રાલ રોડ પર મેટ્રોની કામગીરીમા ઘોર બેદરકારી, રાહદારીની સેફ્ટીની અવગણના, મેટ્રો બ્રીજની કામગીરી દરમ્યાન સળીયો નીચે પટકાયો.મોટો અકસ્માત ટળ્યો.સદનસીબે કોઇ જાનહાની નહી


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.